સુપ્રીમ કોર્ટે ઓનલાઈન RTI પોર્ટલ કર્યું લોન્ચ, ટેસ્ટ વર્ઝન સફળ થયા બાદ ફાઈનલ વર્ઝન લોન્ચ કરાશે

તેનો ઉપયોગ ભારતીયો માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ ઓનલાઈન અરજીઓ ફાઈલ કરી શકશે. હવે RTI માટે અરજી કરવા કોઈ વિભાગોના દરવાજા સુધી જવાની જરુર નથી. તમે તમારા ઘર કે ઓફિસમાં બેસીને પણ RTI માટે અરજી કરી શકો છો.

સુપ્રીમ કોર્ટે ઓનલાઈન RTI પોર્ટલ કર્યું લોન્ચ, ટેસ્ટ વર્ઝન સફળ થયા બાદ ફાઈનલ વર્ઝન લોન્ચ કરાશે
Supreme court launches test version OF online rti portal
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 22, 2022 | 11:26 PM

છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં RTI  કરવા માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરવાની કવાયત ચાલી રહી હતી. આજે તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે એક ઓનલાઈન પોર્ટલનું ટેસ્ટ વર્ઝન લોન્ચ કર્યુ છે. તેનો ઉપયોગ ભારતીયો માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ ઓનલાઈન અરજીઓ ફાઈલ કરી શકશે. હવે RTI માટે અરજી કરવા કોઈ વિભાગોના દરવાજા સુધી જવાની જરુર નથી. તમે તમારા ઘર કે ઓફિસમાં બેસીને પણ RTI માટે અરજી કરી શકો છો.

ટેસ્ટ વર્ઝનના સફળ થયા બાદ આવનારા 5 દિવસમાં વેબસાઈટનું ફાઈનલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. આ ઓનલાઈન પોર્ટલ છેલ્લા ઘણા વર્ષોથી કામ થઈ રહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારો વચ્ચે આ ઓનલાઈન પોર્ટલને લઈને અનેક ચર્ચા અને કાર્યવાહીઓ પણ થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટ ભારતીયોની સુવિધામાં વધારો કરવા માટે આ આરટીઆઈનું ઓનલાઈન પોર્ટલ લાવ્યા છે.

RTI માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ

આ લિંક પર ક્લિક કરો…. registry.sci.gov.in/rti_app

આ પોર્ટલનો ઉપયોગ ફક્ત ભારતીય નાગરિકો જ RTI અરજી દાખલ કરવા, પ્રથમ અપીલ કરવા અને RTI કાયદા હેઠળ ફી, કોપી ચાર્જીસ વગેરે માટે ચુકવણી કરવા માટે કરી શકે છે.અરજદાર ઈન્ટરનેટ બેંકિંગ, માસ્ટર/વિઝાના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા નિયત ફી ચૂકવી શકે છે.RTI અરજી કરવા માટેની ફી અરજી દીઠ રુપિયા 10 છે.

આ પોર્ટલની શરૂઆત પહેલા સુપ્રીમ કોર્ટમાં આરટીઆઈ અરજીઓ પોસ્ટ ઓફિસ દ્વારા ભૌતિક રીતે ફાઈલ કરવાની હતી. કોર્ટ માટે ઓનલાઈન આરટીઆઈ પોર્ટલની માંગણી કરતી વિવિધ જાહેર હિતની અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે આવી જ એક અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું હતુ કે, આ પોર્ટલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

RTI એટલે શું ?

માહિતીનો અધિકાર (RTI) એ ભારતની સંસદનો એક અધિનિયમ છે જે નાગરિકોના માહિતીના અધિકારને લગતા નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરે છે. આરટીઆઈ કાયદાની જોગવાઈઓ હેઠળ, ભારતનો કોઈપણ નાગરિક “જાહેર સત્તાધિકારી” પાસેથી માહિતીની વિનંતી કરી શકે છે જેનો ઝડપી જવાબ આપવો જરૂરી છે અથવા ત્રીસ દિવસની અંદર. અરજદારના જીવન અને સ્વતંત્રતા સાથે સંકળાયેલા કિસ્સામાં માહિતી 48 કલાકની અંદર પ્રદાન કરવાની રહેશે. આ અધિનિયમમાં દરેક જાહેર સત્તાધિકારીને વ્યાપક પ્રસાર માટે તેમના રેકોર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાની અને ચોક્કસ શ્રેણીની માહિતીને સક્રિયપણે પ્રકાશિત કરવાની પણ આવશ્યકતા છે, જેથી નાગરિકોને ઔપચારિક રીતે માહિતીની વિનંતી કરવા માટે ન્યૂનતમ આશ્રયની જરૂર હોય.

આરટીઆઈ બિલ 15 જૂન 2005ના રોજ ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને 12 ઓક્ટોબર 2005થી અમલમાં આવ્યુ હતુ. દરરોજ સરેરાશ 4800 થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવે છે. અધિનિયમની શરૂઆતના પ્રથમ દસ વર્ષમાં, 17,500,000 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati