Noida: સુપર ટેકે પખવાડિયામાં એમરાલ્ડ કોર્ટના 40 માળના બે ટાવરને તોડવા પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપરટેક એમેરાલ્ડ (Supertech Emerald) કોર્ટના 40 માળના બે ટાવરને યુએસ સ્થિત કંપની એડફિસ એન્જિનિયરિંગ તોડી નાખશે.

Noida: સુપર ટેકે પખવાડિયામાં એમરાલ્ડ કોર્ટના 40 માળના બે ટાવરને તોડવા પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
twin towers of Supertech Emerald (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:13 PM

સુપરટેક ગ્રુપને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. નોઈડામાં (Noida) સુપરટેક એમરાલ્ડ કોર્ટના (Supertech Emerald Court) 40 માળના બે ટાવરને તોડી પાડવા માટે સુપ્રીમ કોર્ટે માત્ર બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને ઈમારતો તોડી પાડવા માટે સુપરટેક ગ્રુપને 14 દિવસનો સમય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે નોઈડાના સીઈઓને આદેશ આપ્યો છે કે તેઓ 72 કલાકની અંદર તમામ સંબંધિત એજન્સીઓની બેઠક બોલાવે અને ટ્વીન ટાવરને તોડી પાડવાની યોજનાને આખરી રૂપ આપે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપરટેક એમેરાલ્ડ કોર્ટના 40 માળના બંને ટાવરને તોડી પાડવાનું (Tower Demolished) કામ અમેરિકન કંપની એડફિસ એન્જિનિયરિંગ કરવા જઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ 2021ના રોજ કોર્ટે સુપરટેક એમેરાલ્ડના ટ્વીન ટાવર્સને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યારે, કોર્ટે કંપનીને બે ખરીદદારોની રકમ પરત કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ (SC)નો આદેશ હતો કે ફ્લેટ ખરીદનારાઓને 12 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવામાં આવે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગેરકાયદે ટાવર તોડી પાડવા સૂચના

સમાચાર અનુસાર, સુપરટેકે એમરાલ્ડ કોર્ટ સંકુલમાં 39 અને 40 માળના બે ટાવર બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, બિલ્ડરે ફ્લેટ બનાવતી વખતે અહીં રહેતા લોકોની પરવાનગી લીધી ન હતી. મંજૂર કરાવેલા નકશા મુજબ સુપરટેકે પાર્ક તરફ જતા રોડ પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેના કારણે બંને ટાવર વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું હતું. જેના કારણે અહીં પહેલાથી જ રહેતા લોકોને હવા અને પ્રકાશની સમસ્યા થવા લાગી હતી.

‘એડિફિસ એન્જિનિયરિંગ ટાવરને તોડી પાડશે’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપરટેકે એમરાલ્ડ કોર્ટના ગેરકાયદે ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે મુંબઈ સ્થિત કંપનીની પસંદગી કરી હતી. આ કંપનીએ નોઈડા ઓથોરિટી પાસે પ્રદૂષણ અને પર્યાવરણીય પરવાનગી માંગી હતી. સુપરટેકના મેનેજિંગ ડિરેક્ટર આર કે અરોરા વતી જણાવવામાં આવ્યું હતું કે ટાવરના ડિમોલિશનનું કામ સીબીઆરઆઈ અને નોઈડા ઓથોરિટીની દેખરેખ હેઠળ આ ક્ષેત્રની નિષ્ણાત કંપની એડિફિસ એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવશે.

સ્યાન-એપેક્સ ટાવર્સ વચ્ચે 9 મીટરનું અંતર

સુપરટેક દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, જે કંપનીને બિલ્ડિંગને તોડવા માટે પસંદ કરવામાં આવી હતી તેણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 108 મીટર ઊંચી ઇમારતને પણ તોડી પાડી છે. અન્ય બિલ્ડીંગથી આ ઈમારતનું અંતર આઠ મીટર હતું જે ઘણું મુશ્કેલ કામ હતું. સુપરટેક એમેરાલ્ડમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. સ્યાન અને એપેક્સ બંને ટાવરની ઊંચાઈ 100 મીટર છે અને બાકીના ટાવરથી તેનું અંતર માત્ર નવ મીટરનું છે.

આ પણ વાંચોઃ

Parliament Budget Session 2022: લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘આજે ગરીબ પણ લખપતિની શ્રેણીમાં, વિપક્ષે મચાવ્યો હંગામો

આ પણ વાંચોઃ

TV9 Final Opinion Poll : ઉતરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સમાજવાદી પાર્ટી સાથે, BJP ત્રીજા નંબરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">