TV9 Final Opinion Poll : ઉતરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સમાજવાદી પાર્ટી સાથે, BJP ત્રીજા નંબરે

TV9 GUJARATI

|

Updated on: Feb 07, 2022 | 5:14 PM

ઉતરપ્રદેશના લોકોના દિલમાં શું છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતદારો કોને સત્તાની ચાવી આપવાનું મન બનાવી રહ્યા છે, જાણો TV9Bharatvarsh અને Pollstrat ના સર્વેમાં સંપૂર્ણ વિગત.

TV9 Final Opinion Poll : ઉતરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સમાજવાદી પાર્ટી સાથે, BJP ત્રીજા નંબરે
મુસ્લિમ મતદારો કોને આપશે સત્તાની ચાવી ?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections 2022) આડે હવે બહુ ઓછો સમય બાકી છે. ઉતરપ્રદેશ રાજ્યમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં 7 તબક્કામાં ચૂંટણી થવાની છે. જેનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે. આવા સમયે ઉતરપ્રદેશના લોકોના દિલમાં શું છે તેનો અંદાજ અમે તમને ટીવી9 ફાઈનલ ઓપિનીયન પોલ (TV9 Final Opinion Poll) દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતદારો (Muslim voters) જેમને સત્તાની ચાવી આપવાનું મન બનાવી રહ્યા છે. પોલસ્ટ્રેટ સાથે મળીને TV9 ભારતવર્ષની (TV9 Bharatvarsh) ટીમ મતદાનના 60 કલાક પહેલા અંતિમ ઓપિનિયન પોલ (Final Opinion Poll) સાથે બહાર આવી છે.

TV9 Bharatvarsh ના સર્વે મુજબ સમાજવાદી પાર્ટી મુસ્લિમ મતદારોના દિલ જીતતી જોવા મળી રહી છે. 66.9 ટકા મુસ્લિમ વસ્તીમાં સમાજવાદી પાર્ટી જીતતી હોવાનું જોવા મળે છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટી આ યાદીમાં બીજા નંબર ઉપર છે. મુસ્લિમ મતદારોએ BSPને 11.1 ટકા મત આપ્યા છે. આ સિવાય કોંગ્રેસ 10.1 ટકા વોટ સાથે ત્રીજા ક્રમાકે અને ભાજપ 9 ટકા વોટ સાથે ચોથા નંબર ઉપર છે. મુસ્લિમ મતદારોએ 2.9 ટકા મત અન્યને આપ્યા છે.

યુપી વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા આ ઓપિનિયન પોલમાં સર્વે સેમ્પલ તરીકે છ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ મતદાનમાં ભૂલનું માર્જિન ત્રણ ટકા છે.

કોને કેટલી બેઠકો મળવાની શક્યતા ?

TV9 Bharatvarsh ના સર્વે મુજબ આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતનો ઝંડો લહેરાવી શકે છે. આમાં પાર્ટી 205 થી 221 સીટો પોતાના અંકે કરતી જોવા મળી રહી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીને 144-159 બેઠકો મળી શકે છે, જે ભાજપને મજબુત ટક્કર આપી શકે છે. બસપા 21-31 બેઠક ઉપર જીતી શકે છે અને કોંગ્રેસ 2-7 સીટો જીતી શકે છે. સર્વે મુજબ અન્યના ખાતામાં માત્ર 0-2 બેઠકો જ આવી શકે છે.

આ પણ વાંચોઃ

UP Election 2022 : પીએમ મોદીએ બિજનૌરના વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું કે, નકલી સમાજવાદીઓથી ગેરમાર્ગે ન દોરો, યોગી સરકારમાં ભત્રીજાવાદથી છુટકારો મળ્યો

આ પણ વાંચોઃ

UP Election 2022: ભાજપે 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિ દયાશંકરને બલિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati