Parliament Budget Session 2022: લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘આજે ગરીબ પણ લખપતિની શ્રેણીમાં, વિપક્ષે મચાવ્યો હંગામો

Prime Minister Narendra Modi's speech in the Lok Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો.

Parliament Budget Session 2022: લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'આજે ગરીબ પણ લખપતિની શ્રેણીમાં, વિપક્ષે મચાવ્યો હંગામો
PM Modi in Lok sabha (PC- ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 7 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. લોકસભામાં વડાપ્રધાન મોદીએ લતાજીને શ્રદ્ધાંજલી આપી અને કહ્યું ‘લતા દીદીના અવાજે દેશને પ્રેરિત કર્યો’. વડાપ્રધાન મોદીના સંબોધન સમયે વિપક્ષે લોકસભામાં હોબાળો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબની ખુશીઓ દેશને તાકાત આપે છે. આજે ગરીબના ઘરે પણ ગેસનું કનેક્શન છે. ગરીબથી ગરીબ વ્યક્તિના ઘરમાં શૌચાલય છે. ખુલ્લામાં શૌચથી ગામડાઓ મુક્ત થયા છે. કોરોનાકાળ બાદ વિશ્વ એક નવા વર્લ્ડ ઓડર તરફ, નવી વ્યવસ્થાઓ તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક એવો ટર્નિગ પોઈન્ટ છે કે આપણે લોકોએ એક ભારત તરીકે આ અવસરને જવા દેવો ના જોઈએ.

વિપક્ષ પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહાર

ત્યારે વડાપ્રધાન મોદીએ પણ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે હાર પછી પણ કોંગ્રેસનો અહંકાર જતો નથી, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત છે. દેશની જનતાએ તમને હંમેશા માટે નકારી દીધા છે. સવાલ વોટનો નહીં પણ તેમની નિયતનો છે. તમિલનાડુમાં 60 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. સવાલ વોટનો નહીં પણ તેમની નિયતનો છે. તમિલનાડુમાં 60 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. કોરોનાકાળમાં કોંગ્રેસે હદ કરી નાખી, પ્રથમ લહેરમાં કોંગ્રેસે ભ્રમ ફેલાવ્યો. કોરોના મહામારીમાં પણ રાજનીતિ કરવામાં આવી. વડાપ્રધાને વધુમાં કહ્યું કે 100 વર્ષ સુધી કોંગ્રેસે સત્તામાં નહીં આવવાનું મન બનાવી લીધું છે. અમે પણ 100 સુધી સત્તામાં રહેવાની તૈયારીઓ કરી લીધી છે. ભારત સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારત ઝડપી વિકસિત થતી અર્થવ્યવસ્થા

ડિફેન્સ એક્સપોર્ટમાં પણ દેશ અલગ ઓળખ ઉભી કરી રહ્યું છે. મોબાઈલ ફોન એક્સપોર્ટમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત ટોપ-5 દેશોમાં સામેલ છે. ખેડૂતોનો બોજ સરકારે પોતાના ખભા પર ઉઠાવ્યો છે. નાના ખેડૂતોને વધુ મજબૂત બનાવવાના છે.

MSME માટે 3 લાખ કરોડ રૂપિયનું વિશેષ પેકેજ આપ્યું: PM

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે MSME માટે 3 લાખ કરોડ રૂપિયનું વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે. દરેક સેક્ટરમાં આપણું ઉત્પાદન વધી રહ્યું છે. અમારૂ જોર ફાઈલોમાં નહીં લાઈફ બદલવામાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં માત્ર 500 સ્ટાર્ટઅપ હતા, આ 7 વર્ષમાં 60 હજાર સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. તેમાં યૂનિકોર્ન બની રહ્યા છે.

રાહુલ ગાંધી પર મોદીના પ્રહાર

પહેલાની સરકારો ટાટા-બિરલાની સરકારો કહેવાતી હતી, મેક ઈન ઈન્ડિયાનો મતલબ કમિશન, ભ્રષ્ટાચારના રસ્તા બંધ, મેક ઈન ઈન્ડિયાથી કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે.

મોંઘવારી મુદ્દે વડાપ્રધાને કોંગ્રેસને લીધી આડે હાથ

મોંઘવારી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાને કહ્યું કે 2014 પહેલા મોંઘવારીનો દર ડબલ ડિજિટ પર હતો. ચિદમ્બરમ ઈકોનોમી પર લેખ લખે છે. જ્યારે તમે સત્તામાં હતા, ત્યારે કેમ મોંઘવારીની ચિંતા ના કરી? નહેરુજીએ કહ્યું હતું કે યુએસના કારણે મોંઘવારી વધી, કોરિયામાં લડાઈના કારણે મોંઘવારી વધી. નહેરૂજીએ કહ્યું હતું કે મોંઘવારી અમારી નિયંત્રણ બહાર છે. કોંગ્રેસે ગરીબી દુર કરવાની વાત કરી હતી પણ ગરીબી તો ન હટી પણ ગરીબોએ કોંગ્રેસને જ હટાવી દીધી. કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રહી છે. અંગ્રેજો પાસેથી કોંગ્રેસની આ નીતિ આવી છે.

આ પણ વાંચો: Lata Mangeshkar: લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા હાજર ન હતા, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કારણ

આ પણ વાંચો: UP Assembly Election: મમતા બેનર્જીએ કહ્યું- યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની જીત થશે, આવતીકાલે લખનૌમાં કરશે પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">