શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી
સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ મામલે SIT પ્રમુખ રાજીવ કુમારને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજીવ કુમારને 7 દિવસનું સંરક્ષણ આપતા કહ્યું કે જો તે આ મામલે સંરક્ષણ અરજી દાખલ કરવા ઈચ્છે તો દાખલ કરી શકે છે. તેની સાથે જ CBI તરફથી રાજીવ કુમારને કસ્ટડીમાં લેવાની અરજી દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી લીધી […]

સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ મામલે SIT પ્રમુખ રાજીવ કુમારને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજીવ કુમારને 7 દિવસનું સંરક્ષણ આપતા કહ્યું કે જો તે આ મામલે સંરક્ષણ અરજી દાખલ કરવા ઈચ્છે તો દાખલ કરી શકે છે.

તેની સાથે જ CBI તરફથી રાજીવ કુમારને કસ્ટડીમાં લેવાની અરજી દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી લીધી છે. CBI ઘણાં સમયથી પ્રયત્નો કરી હતી કે રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને પૂછતાછ કરી શકાય. જેથી તપાસ કરી શકાય કે શારદા ચિટ ફંડ મામલેના દસ્તાવેજ કેવી રીતે ગાયબ કરવામાં આવ્યા.
જો રાજીવ કુમાર અરજી દાખલ કરે છે તો કોર્ટ તેની પર વિચાર કરશે કે તેમને આગળ સંરક્ષણ આપવામાં આવે કે નહીં. કોર્ટ જો રાજીવ કુમારને આગળ સંરક્ષણ નહી આપે તો CBI તેમની ધરપકડ કરી શકે છે.
CBIએ શારદા ચિટફંડ મામલે રાજીવ કુમાર પર પુરાવા ગાયબ કરવાનો અને તપાસમાં સાથ નહી આપવાનો આરોપ લગાવ્યો હતો પણ પશ્ચિમ બંગાળ સરકારે તેને ષડયંત્ર ગણાવ્યું હતુ અને CBI પર ભાજપના ઈશારા પર કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
