AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના જન્મદિવસથી મહિલાઓને વર્ષે રૂ. 10,000 આપવા સુભદ્રા યોજનાનો થશે પ્રારંભ

ભાજપની સરકારે આ યોજનાનું નામ ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના નામ પરથી રાખ્યું છે. ભગવાન જગન્નાથ હિંદુઓના પૂજનીય દેવતા છે. 2028-29 સુધીમાં એટલે કે પાંચ વર્ષમાં આ યોજના દ્વારા મહિલાઓને એક કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે.

PM મોદીના જન્મદિવસથી મહિલાઓને વર્ષે રૂ. 10,000 આપવા સુભદ્રા યોજનાનો થશે પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2024 | 8:47 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરે 74માં જન્મદિવસે ઓડિશા સરકારની ‘સુભદ્રા યોજના’ શરૂ કરશે. આ સિવાય પીએમ અન્ય ઘણી સામાજિક કલ્યાણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં લગભગ એક કરોડ મહિલાઓને સુભદ્રા યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ હેઠળ, 21 થી 60 વર્ષની વયની દરેક મહિલાને પાંચ વર્ષ માટે બે હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયાની રોકડ ટ્રાન્સફર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાંથી લગભગ એક લાખ મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં વડાપ્રધાન મહિલા લાભાર્થીઓને નાણાકીય સહાયના પ્રથમ હપ્તાનું વિતરણ કરશે.

સુભદ્રા યોજના શું છે?

રાજ્યની ભાજપ સરકારે આ યોજનાને ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના નામ પરથી નામ આપ્યું છે. ભગવાન જગન્નાથ રાજ્યના હિંદુઓના પૂજનીય દેવતા છે. આ યોજના દ્વારા, 2028-29 સુધીના પાંચ વર્ષમાં, રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાં દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ)ના અવસર પર મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદાએ કહ્યું છે કે, ઓડિશા રાજ્યમાં સુભદ્રા યોજના માટે નામ નોંધાવનાર 50 લાખથી વધુ મહિલાઓને 17 સપ્ટેમ્બરે 5000 રૂપિયાનો પ્રથમ હપ્તો મળશે.

પરિદાએ જણાવ્યું હતું કે જે મહિલાઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને 17 સપ્ટેમ્બરે તેમના બેંક ખાતા દ્વારા પ્રથમ હપ્તો મળશે. યોજના હેઠળ, પાત્ર મહિલાઓને પાંચ વર્ષના સમયગાળા માટે દર વર્ષે બે હપ્તામાં રૂ. 5000-5000 મળશે. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના વાર્ષિક બજેટમાં આ યોજના માટે રૂ. 10,000 કરોડની અંદાજપત્રીય જોગવાઈ કરી છે.

સુભદ્રા યોજના એક ચૂંટણી વચન હતું

સુભદ્રા યોજના એ લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું મુખ્ય વચન હતું. એવું માનવામાં આવે છે કે આ યોજનાએ રાજ્યમાં છેલ્લા 24 વર્ષના બીજુ જનતા દળના શાસનનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ યોજનાને કારણે ઓડિશાની મહિલાઓ ભાજપ તરફ આકર્ષાઈ હતી.

અગાઉ, નવીન પટનાયક સરકારની 24 વર્ષની ઇનિંગ પાછળ 6 લાખ મહિલા સ્વ-સહાય જૂથો હતા, જેની સાથે લગભગ 70 લાખ મહિલાઓ સંકળાયેલી હતી. વર્ષ 2001 માં, પટનાયકે મિશન શક્તિ દ્વારા લોન આપીને મહિલાઓને સીધા બજાર સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેના કારણે મહિલાઓ બીજેડીની મજબૂત વોટ બેંક બની હતી

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">