કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે! પ્રેસ કોન્ફરન્સ બોલાવી, અટકળોનો દોર ચાલુ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ મળશે તો તેઓ 2022ની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાવા માટે પણ તૈયાર રહેશે.

કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે! પ્રેસ કોન્ફરન્સ બોલાવી, અટકળોનો દોર ચાલુ
Captain Amarinder Singh

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) બુધવારે ચંદીગઢમાં પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જાહેરાત કર્યા બાદ રાજકીય અટકળોનો તેજ થઈ છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ મળશે તો તેઓ 2022ની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાવા માટે પણ તૈયાર રહેશે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ ઘટનાક્રમ સામે આવ્યો છે. સિંહ, જેઓ ગયા મહિને રાજ્ય સરકારમાંથી બહાર નીકળી ગયા હતા, તેમણે કહ્યું હતું કે તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો જેમ કે અકાલીઓના વિભાજિત જૂથો સાથે જોડાણને પણ જોઈ રહ્યા છે. બે વખતના મુખ્યપ્રધાન રહેલા સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ તેમના લોકો અને તેમના રાજ્ય’નું ભવિષ્ય સુરક્ષિત નહીં કરે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.

રંધાવાએ સિંહના આ પગલાને મોટી ભૂલ ગણાવી
પંજાબના નાયબ મુખ્યપ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાએ મંગળવારે કહ્યું હતું કે, જો અમરિન્દર સિંહ નવો રાજકીય પક્ષ બનાવશે તો તે તેમની મોટી ભૂલ હશે. સિંહે કહ્યું કે જો તે આવું કરશે તો તે તેના પર ‘ડાઘ’ લાગશે. કોંગ્રેસે તેમનું સન્માન કર્યું અને તેઓ પક્ષમાં ઘણા હોદ્દા પર રહ્યા. રંધાવા પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ સાથેની મિત્રતા માટે અમરિંદર સિંહ પર પણ પ્રહારો કરી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે આલમના કનેક્શનની તપાસ થવી જોઈએ.

સિદ્ધુનો આરોપ- 4.5 વર્ષમાં કેપ્ટન ફાર્મહાઉસમાંથી બહાર નથી આવ્યા
પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ પણ નવો રાજકીય પક્ષ શરૂ કરવાના મુદ્દે અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે સિંહ છેલ્લા સાડા ચાર વર્ષમાં તેમના ફાર્મહાઉસમાંથી બહાર આવ્યા નથી અને હવે નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની વાત કરે છે.

તેમણે કહ્યું કે સિંહ પાસે પહેલેથી જ એક પાર્ટી છે અને તેઓ છેલ્લા ચાર વર્ષમાં થોડું કામ કરી શક્યા હોત. સિંહે ગયા મહિને નવજોત સિંહ સિદ્ધુ સાથેના રાજકીય સંઘર્ષ બાદ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યપ્રધાને તેમના રાજીનામા પછી કહ્યું હતું કે તેઓ “અપમાનિત” અનુભવે છે. કોંગ્રેસે તેમના સ્થાને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા.

 

આ પણ વાંચો : Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

આ પણ વાંચો : મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Click on your DTH Provider to Add TV9 Gujarati