Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

આશિષ મિશ્રાને બીજી વખત રિમાન્ડ પર લીધા બાદ જેલમાં પ્રવેશ સમયે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ડેન્ગ્યુના લક્ષણો જણાવાયા હતા. સવારે ચીફ મેડિકલ ઓફિસર શૈલેન્દ્ર ભટનાગર ડોક્ટરોની ટીમ સાથે પહોંચ્યા અને ક્રોસ ચેકિંગ માટે તેમનો ફરીથી ટેસ્ટ કરાવ્યો હતો.

Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય
Ashish Mishra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:51 PM

યુપીના (UP) લખીમપુર હિંસા કેસના (Lakhimpur Violence Case) મુખ્ય આરોપી આશિષ મિશ્રામાં (Ashish Mishra) ડેન્ગ્યુની પુષ્ટિ થઈ હતી. હવે લખનઉના એલિશા રિપોર્ટમાં (Elisa Report) પણ ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે. જો કે આશિષ મિશ્રાની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની એક પેનલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ડો. આર.એસ. ભદૌરીયા, ડો. શેખર બાજપાઈ અને ડો. આર.કે. રાજપૂતનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ પછી ડોકટરોની પેનલ દ્વારા ફરીથી સેમ્પલ મોકલવામાં આવશે. ત્યાં સુધી આશિષ મિશ્રા જિલ્લા હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રહેશે.

લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુ અને સુગર લેવલના કારણે જિલ્લા જેલમાંથી જિલ્લા હોસ્પિટલના ખાનગી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ચીફ મેડિકલ ઓફિસર શૈલેન્દ્ર ભટનાગરે જણાવ્યું કે જેલમાં ડોક્ટરોની પેનલ 6-6 કલાક પછી શિફ્ટની સંભાળ લેશે. આશિષને લખનૌ લઈ જવા વિશે કહેવામાં આવ્યું હતું કે જો જિલ્લા હોસ્પિટલમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો લખનૌ પણ રેફર કરી શકાય છે.

ક્રોસ ચેકિંગ માટે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો આશિષ મિશ્રાને બીજી વખત રિમાન્ડ પર લીધા બાદ જેલમાં પ્રવેશ સમયે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ડેન્ગ્યુના લક્ષણો જણાવાયા હતા. સવારે ચીફ મેડિકલ ઓફિસર શૈલેન્દ્ર ભટનાગર ડોક્ટરોની ટીમ સાથે પહોંચ્યા અને ક્રોસ ચેકિંગ માટે તેમનો ફરીથી ટેસ્ટ કરાવ્યો જ્યાં આશિષ મિશ્રાને ડેન્ગ્યુ હોવાની પુષ્ટિ થઈ. ચીફ મેડિકલ ઓફિસર શૈલેન્દ્ર ભટનાગરે જણાવ્યું કે આશિષ મિશ્રાનું શુગર લેવલ નોંધપાત્ર રીતે વધી ગયું હતું, ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની પેનલ શિફ્ટમાં 6-6 કલાકની સંભાળ લેશે. આશિષ મિશ્રાને જિલ્લા હોસ્પિટલના ખાનગી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

થાર ગાડી દ્વારા ખેડૂતો પર હુમલો કરનાર મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુને SIT દ્વારા ફરીથી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો, પરંતુ પૂછપરછ દરમિયાન આશિષની તબિયત સારી ન હતી, આશિષને ભારે તાવ હતો. આથી વિશેષ તપાસ સમિતિએ શનિવારે મોડી રાત્રે આશિષને જેલની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો : Covaxin ને આગામી 24 કલાકમાં WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે, વેક્સિનના ડેટાનું મૂલ્યાંકન કરવું આવશ્યક

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">