રાજસ્થાનથી રાજ્યસભામાં જઈ શકે છે સોનિયા ગાંધી, પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી નામની ભલામણ

|

Feb 12, 2024 | 5:01 PM

સોનિયા ગાંધીને રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. તેમના નામની ભલામણ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ખુદ પીસીસી ચીફ ગોવિંદ અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ હાઈકમાન્ડ સમક્ષ આ માંગણી કરી છે.

રાજસ્થાનથી રાજ્યસભામાં જઈ શકે છે સોનિયા ગાંધી, પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી નામની ભલામણ
Sonia Gandhi
Image Credit source: PTI

Follow us on

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. સોનિયા ગાંધીના નામની ભલામણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે, પીસીસી ચીફ ગોવિંદ અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ હાઈકમાન્ડ સમક્ષ આની માંગણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયને હાઈકમાન્ડની મંજૂરી મળી શકે છે.

સોનિયા ગાંધી માટે આ વખતે લોકસભાની ચૂંટણી લડવી મુશ્કેલ લાગે છે. એવું માનવામાં આવે છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. આ પહેલા ઈન્ડિયા એલાયન્સના સીટ શેરિંગ ફોર્મ્યુલા દરમિયાન આ અંગે અટકળો ચાલી રહી હતી. જ્યારે સમાચાર આવ્યા હતા કે આ વખતે ગાંધી પરિવારના માત્ર બે સભ્યો જ યુપીથી ચૂંટણી લડશે અને સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

ઉમેદવારો રાજસ્થાનના હશે

સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલવાના નિર્ણય બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જઈ શકે છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાજસ્થાનમાંથી જ રાજ્યસભાની સીટ મેળવશે. આ માટે રાજસ્થાન કોંગ્રેસ સમિતિએ પોતે પહેલ કરી છે અને હાઈકમાન્ડને ભલામણ કરી છે કે સોનિયા ગાંધીને રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રાયબરેલી બેઠકનું શું થશે?

સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે રાજસ્થાન સૌથી સુરક્ષિત સ્થળ જણાય છે. જો કે જો તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે તો, લોકસભાની આગામી ચૂંટણીમાં તેમની રાયબરેલી બેઠક ખાલી થઈ જશે. સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડવાની સાથે રાયબરેલી બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, જાણકારોનું માનવું છે કે રાયબરેલી બેઠક એવી બેઠક છે જ્યાંથી માત્ર ગાંધી પરિવાર અને તેમના સંબંધીઓ જ ચૂંટણી લડતા આવ્યા છે, તેથી જો સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી નહીં લડે તો પ્રિયંકા વાડ્રાને અહીંથી તક મળી શકે છે.

Next Article