હાઈટેક હથિયાર, અંધાધૂંધ ગોળીબાર, ગ્રેનેડ હુમલો… કઠુઆ આતંકી હુમલામાં 5 જવાન શહીદ, પાંચ દિવસમાં બીજો હુમલો

Indian Army : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓએ પાંચ દિવસમાં બીજી વખત ઘાતકી હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો છે. જેમાં 5 જવાન શહીદ થયા છે. આ હુમલામાં પાંચ સૈનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની પઠાણકોટ મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હાઈટેક હથિયાર, અંધાધૂંધ ગોળીબાર, ગ્રેનેડ હુમલો... કઠુઆ આતંકી હુમલામાં 5 જવાન શહીદ, પાંચ દિવસમાં બીજો હુમલો
soldiers killed many hospitalized in pathankot punjab
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 8:48 AM

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારી સારવાર માટે પંજાબના પઠાણકોટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાને અંજામ આપનારા આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

2ની હાલત નાજુક

સોમવારે સાંજે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો અને અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું. શરૂઆતમાં 6 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ પછી ચાર જવાનોના શહીદના સમાચાર આવ્યા હતા અને થોડાં સમય પછી અન્ય એક જવાન શહીદ થયો.

હુમલા બાદ આતંકીઓની શોધખોળ શરૂ

હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યા અત્યાર સુધી 5 છે. હુમલા પછી, પાંચ જવાનોને પહેલા કઠુઆના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમને પંજાબના પઠાણકોટ સ્થિત આર્મી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?
ધરતી પરનું એ અનોખું પ્રાણી કે જેના દૂધનો રંગ છે કાળો
ચોમાસામાં વાળને રોજ શેમ્પૂ કરવું જોઈએ કે નહીં, જાણો
25 કરોડ રૂપિયા ખર્ચી પુરૂષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન
ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે 800 કરોડ રૂપિયાનો માલિક
પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

હુમલામાં 2-3 આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે

મોડી રાત સુધી સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને કોઈ સફળતા મળી ન હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે. જંગલની અંદર આતંકવાદી હુમલાનું ચોક્કસ સ્થળ ઓળખી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 2 થી 3 આતંકીઓ સામેલ હોઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓની સાથે તેમના સ્થાનિક સમર્થકો પણ હતા, જેમણે તેમને રસ્તો બતાવવામાં મદદ કરી હતી. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સૈનિકોને વધુમાં વધુ જાનહાનિ પહોંચાડવાનો હતો. તે પોતાની સાથે આધુનિક હથિયારો લાવ્યા હતા.

પેરા કમાન્ડોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું

આર્મી પેરા કમાન્ડો (એસપીએલ ફોર્સ)ને કઠુઆના દૂરના માચિંડી-મલ્હાર વિસ્તારમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને કાઉન્ટર ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તે આતંકવાદીઓ સામે સમયસર અસરકારક કાઉન્ટર ઓપરેશન સુનિશ્ચિત કરી શકાય. જે આતંકીઓ ભાગી રહ્યા છે અને વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

પુંછ હુમલામાં એક જવાન શહીદ થયો હતો

છેલ્લા પાંચ દિવસમાં આ બીજી વખત છે જ્યારે સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા 4 મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં IAFનો 1 જવાન શહીદ થયો હતો, જ્યારે 4 ઘાયલ થયા હતા. આ હુમલો સાંજે થયો જ્યારે એરફોર્સનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો.

કુલગામ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા 6 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે જવાન શહીદ થયા હતા. જો કે ત્યારબાદ સુરક્ષાદળોએ 6 આતંકીઓને પણ ઠાર કર્યા હતા. શનિવારે મોદરગામ અને ચિનીગામ એમ બે અલગ-અલગ સ્થળોએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

અહીં પણ બે જવાન શહીદ થયા હતા

જાસુસી માહિતીના આધારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. પહેલું એન્કાઉન્ટર મોદરગામ ગામમાં થયું હતું, જ્યાં પેરા કમાન્ડો લાન્સ નાઈક પ્રદીપ નૈન શહીદ થયા હતા. જ્યારે બીજી એન્કાઉન્ટર ફ્રિસલ ચિનીગામ ગામમાં થઈ હતી. ઓપરેશન દરમિયાન 1લી રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર શહીદ થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">