Lok Sabha Election 2024 Results: મોદી સરકારના આ મંત્રીઓ હાર્યા, સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાંથી હાર્યા, જુઓ આખું લિસ્ટ
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. જેમાં મોદી સરકારના કેટલાક એવા મંત્રીઓ સામેલ છે. જેમને હાર મળી છે. તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે, આમાં પણ સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાંથી હાર્યા છે.

લોકસભા ચૂંટણી બાદ સૌ કોઈ પરિણામની રાહ જોઈને બેઠા હતા અને અંતે લોકસભા ચૂંટણી 2024ની પરિણામ મંગળવાર 4 જૂનના રોજ સામે આવી ચુક્યું છે. રિઝલ્ટ તો જાહેર થઈ ચુક્યું છે ત્યારે તેમાં કેટલાક એવા દાખલા સામે આવ્યા કે, જે નેતા જીતની રાહ જોઈ બેઠા હતા. તેને હારનો સામનો કરવો પડ્યો છે. કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નથી. ભાજપ 240 તો કોંગ્રેસને 99 સીટ મળી છે. જો NDAની વાત કરીએ તો તેમણે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. તેમને 292 સીટ મળી છે. જયારે INDIA ગઠબંધનના ખાતામાં 234 સીટ આવી છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ચુક્યા છે.જેમાં મોદી સરકારના કેટલાક એવા મંત્રીઓ સામેલ છે જે જીતી શક્યા નથી. તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં સૌથી વધારે મંત્રીઓ ઉત્તર પ્રદેશના છે.
કૈલાશ ચૌધરી
રાજ્સ્થાનના બાડમેરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રામ બેનીવાલે તેમને 417943 લાખ મતોથી હરાવ્યા હતા. તેઓ આ સીટ પર ત્રીજા ક્રમે રહ્યા હતા. અપક્ષ રવિન્દ્ર ભાટી 586500 મત મેળવીને બીજા ક્રમે રહ્યા.
આર કે સિંહ
બિહારના આરાથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આર કે સિંહને પણ હાર મળી છે. CPIMના સુદામા પ્રસાદે તેને 59808થી પણ વધારે મતોથી હરાવ્યા છે. સુદામા પ્રસાદને 5 લાખથી વધારે મત મળ્યા છે જ્યારે આર કે સિંહને 469574 લાખ મત મળ્યા છે.
નિસિથ પ્રામાણિક
બંગાળના કૂચ બિહારથી TMCના જગદીશ ચંદ્ર વસુનિયાએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકને 39250 મતોથી હરાવ્યા છે. વસુનિયાને 788375 લાખ અને પ્રામાણિકને 749125 લાખ મત મળ્યા હતા.
રાજીવ ચંદ્રશેખર
કેરળના તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ચૂંટણી હારી ગયા છે. તેમણે કોંગ્રેસના શશિ થરુરુને 16077 હજાર વોટથી હાર આપી છે. થરુરુને 358155 લાખ મત મળ્યા જ્યારે ચંદ્રશેખર 342078 લાખ મતથી બીજા સ્થાન પર રહ્યા હતા.
અર્જુન મુંડા
ઝારખંડના ખૂંટીથી ભાજના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના કાલી ચરણ મુંડા 149675 લાખ મતના અંતરથી ચૂંટણી જીતી ગયા છે. અર્જુન મુડા 361972 લાખ મત સાથે બીજા સ્થાન પર રહ્યા છે.
અજય મિશ્ર ટેની
ઉત્તર પ્રદેશના ખીરીથી 2 વખતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેની ચૂંટણી હારી ગયા છે. સપાના ઉત્કર્ષ વર્માએ ટેનીને 34329 મતથી હાર આપી છે. ટેનીને 523036 લાખ મત મળ્યા છે. ઉત્કર્ષ વર્મા 557365 લાખ મત મળ્યા છે. બસપા પ્રત્યાશી અંશય સિંહ કાલરાને 110122 મત મળ્યા છે.
સ્મૃતિ ઈરાની
યુપીના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ ઈરાનીને 167196 લાખ મતથી હાર આપી છે. કેએલ શર્માને 539228 લાખ મત મળ્યા છે. જ્યારે ઈરાનીને 372032 લાખ મત મળ્યા છે. નન્હે સિંહ ચૌહાણ 34534 હજાર મતથી ત્રીજા નંબર પર રહ્યા છે.
મહેન્દ્રનાથ પાંડે
યુપીના ચંદૌલીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી મહેન્દ્રનાથ પાંડે ચૂંટણી હારી ગયા છે. સપાના વીરેન્દ્ર સિંહે મહેન્દ્રનાથ પાંડે 21565 હજાર મત મળ્યા છે.બીએસપીના સત્યેદ્ર સિંહ મોર્યા ત્રીજા સ્થાન પર છે.
કૌશલ કિશોર
યુપીના મોહનલાલગંજથી સપાના આરકે ચૌધરીએ ભાજપના કૌશલ કિશોરને 70292 હજાર મતથી હાર આપી છે. આરકે ચૌધરીને 667869 લાખ મત મળ્યા છે. જ્યારે કૌશલ કિશોરને 597577 લાખ મત મળ્યા છે.
ભાનુ પ્રતાપ સિંહ
યુપીના જાલૌનથી ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ 53898 હજાર મતના અંતરથી ચૂંટણી હારી ગયા છે. અહિ સપાના નારાયણ દાસ અહિરવારે જીત મેળવી છે. અહિરવારને 5301180 મત મળ્યા છે, જ્યારે 476282 મતથી બીજા સ્થાને રહ્યા છે.
સાધ્વી નિરંજન જ્યોતિ
યુપીના ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિને હારનો સામનો કરવો પડ્યો છે. અહિ સપાના નરેશ ચંદ્ર ઉત્તમ પટેલે સાધ્વીને 33199 હજાર મતથી હાર આપી છે. નરેશ ચંદ્રને 500328 લાખ મત મળ્યા છે,જ્યારે સાધ્વી 467129 લાખ મત મળ્યા છે.
સંજીવ કુમાર બાલિયાન
યુપીના મુઝફ્ફરનગરથી ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી સંજીવ કુમાર બાલિયાનને હારનો સામનો કરવો પડ્યો છે. સપાના હરેન્દ્ર સિંહ મલિકને 24672 હજાર મતથી હાર આપી છે. મલિકને 470721 લાખ મત મળ્યા છે. તો બાલિયાનને 446049 લાખ મત મળ્યા છે.
આ પણ વાંચો : બોલિવુડની ક્વિન બાદ રાજનીતિમાં ‘ક્વીન” બની કંગના રનૌત, મંડીના લોકોનો આભાર માન્યો