SIIના CEO અદાર પૂનાવાલાએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યું તેમના પ્રયત્નોથી જ વેક્સિનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું ભારત

અદાર પૂનાવાલાએ એક ટ્વીટમાં કહ્યું 'વેક્સિન ઉદ્યોગની સાથે વડાપ્રધાન મોદીની વાતચીત માટે તેમને ધન્યવાદ આપું છું. આ ક્ષેત્ર માટે તમે જે દષ્ટિકોણ રાખ્યો છે, તેનાથી અમે ઉત્સાહિત અને પ્રોત્સાહિત મહેસૂસ કરીએ છીએ'

SIIના CEO અદાર પૂનાવાલાએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યું તેમના પ્રયત્નોથી જ વેક્સિનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું ભારત
SII CEO Adar Poonawala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 11:56 PM

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawala)એ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને ધન્યવાદ આપ્યા અને કહ્યું વેક્સિન ઉદ્યોગ માટે તેમને જે વિઝન રાખ્યું છે, તે તેને પ્રોત્સાહિત અને સક્રિય કરે છે. પૂનાવાલાની ટિપ્પણી વડાપ્રધાન મોદીની સાથે કોવિડ 19 વેક્સિનના 7 ભારતીય નિર્માતાઓની વાતચીતમાં સામેલ થયા બાદ સામે આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અદાર પૂનાવાલાએ એક ટ્વીટમાં કહ્યું ‘વેક્સિન ઉદ્યોગની સાથે વડાપ્રધાન મોદીની વાતચીત માટે તેમને ધન્યવાદ આપું છું. આ ક્ષેત્ર માટે તમે જે દષ્ટિકોણ રાખ્યો છે, તેનાથી અમે ઉત્સાહિત અને પ્રોત્સાહિત મહેસૂસ કરીએ છીએ’ મીડિયા સાથેની વાતચીતમાં અદાર પૂનાવાલાએ કહ્યું ભારતની 100 કરોડ રસીકરણની સિદ્ધિ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે,વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શન હેઠળ આ હાંસલ કર્યું છે. સરકારની સાથએ ઈન્ડસ્ટ્રીઝે મળીને કામ કર્યુ, તેથી 100 કરોડ રસીકરણનો આંકડો આપણે પ્રાપ્ત કરી શક્યા.

પૂનાવાલાએ કહ્યું કે વડાપ્રધાન સાથેની વાતચીતમાં અમે ચર્ચા કરીકે ભવિષ્યની મહામારીઓની તૈયારી માટે રસીકરણ ઉદ્યોગને કેવી રીતે આગળ વધારી શકાય. આ દરમિયાન વેક્સિનના ઉત્પાદન માટે આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા પર પણ ચર્ચા કરી, જેથી વેક્સિનના ઉત્પાદનમાં અમે અન્ય દેશોથી કેવી રીતે આગળ રહીએ. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીની સાથે બેઠકમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડો.રેડ્ડીજ લેબોરેટરી, ઝાયડસ કેડિલા, બાાયોલોજિકલ ઈ, જેન્નોવા બાયોફાર્મા અને પેનેસિયા બાયોટેકના નિર્માતા હાજર રહ્યા.

પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા વડાપ્રધાન મોદી

અદાર પૂનાવાલાએ કહ્યું વડાપ્રધાન મોદી પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા, તમામને ઝડપથી આગળ વધાર્યા, જો તે તેના હોતા અને સ્વાસ્થ્ય મંત્રાલય ચલાવી રહ્યો હોત તો આજે ભારત એક અરબ રસીકરણ ના બનાવી શક્તો, એક અધિકૃત સુત્રએ જણાવ્યું કે આ દરમિયાન ભારતનના લોકોને વહેલી તકે રસી આપવા અને રસી અન્ય દેશોને આપી મદદ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ભારતે 21 ઓક્ટોબરે મહામારી સામે રસીકરણ અભિયાન હેઠળ 1 અરબ રસીકરણનો આંકડો પાર કરી ઐતિહાસિક ઉપલબ્ધી મેળવી હતી, જેના માટે દુનિયાભરના દેશોએ અભિનંદન આપ્યા. દેશમાં 75 ટકા લોકોને રસીકરણનો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે લગભગ 31 ટકા લોકોને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે. 9 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ લોકોને રસીના પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">