ભ્રષ્ટાચાર પર સિદ્ધરમૈયાએ બોમ્માઈને આપ્યો ખુલ્લો પડકાર, કહ્યું, “બોમ્મૈયા સરકારમાં 40 ટકા લૂંટારા અને કૌભાંડી”

Karnataka: સિદ્ધરમૈયાએ કહ્યું, "બોમાઈ પહેલા તમારું ઘર સાફ કરો. સરકારમાં 40 ટકા લૂંટારાઓ અને કૌભાંડીઓ ભરેલા છે. બોમ્મઈ, હું તમને ભ્રષ્ટાચાર પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપું છું. અમે હંમેશા તૈયાર છીએ. તમે તારીખ અને સમય નક્કી કરો અને અમે આવી જઈશુ"

ભ્રષ્ટાચાર પર સિદ્ધરમૈયાએ બોમ્માઈને આપ્યો ખુલ્લો પડકાર, કહ્યું, બોમ્મૈયા સરકારમાં 40 ટકા લૂંટારા અને કૌભાંડી
સિદ્ધરમૈયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:48 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયા (Siddaramaiah)એ રવિવારે કર્ણાટક(Karnataka)ના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ (CM Basavaraj Bommai)ને ખુલ્લો પડકાર આપ્યો છે કે તેઓ તેમની સાથે ગમે ત્યારે, ગમે તે સ્થળે ભ્રષ્ટાચારના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ એક બાદ એક ટ્વીટ કરીને બોમ્મઈ સરકાર પર નિશાન સાધ્યું. સિદ્ધરમૈયાએ બોમ્મઈ સરકારને લૂંટારાઓ અને કૌભાંડીઓથી ભરેલી ’40 ટકા સરકાર’ ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેઓ તેમની અગાઉની કોંગ્રેસની સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે, તેથી હું તેમને આવું કરવા પડકાર ફેંકું છું. સિદ્ધરમૈયાએ ભાજપના નેતાઓ દ્વારા તેમના પર શનિવારે નિશાન સાધવાઅંગે આ પ્રતિક્રિયા આપી હતી.

‘બોમ્માઈ પહેલા પોતાનું ઘર સાફ કરે’

આપને જણાવી દઈએ કે બોમ્માઈએ ડોડ્ડાબલ્લાપુરમાં તેમની પાર્ટીની ‘જન સ્પંદન રેલી’માં કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી જશે અને સિદ્ધરમૈયાના તમામ કૌભાંડોનો પર્દાફાશ થશે. તેના પર પલટવાર કરતા સિદ્ધારમૈયાએ કહ્યું, ‘બોમ્મઈ પહેલા તમારું ઘર સાફ કરો. સરકારમાં 40 ટકા લૂંટારાઓ અને કૌભાંડીઓ ભરેલા છે. બોમ્મઈ, હું તમને ભ્રષ્ટાચાર પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપું છું. અમે હંમેશા તૈયાર છીએ. તમે તારીખ અને સમય નક્કી કરો અમે આવી જઈશું.’ કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘બ્લેકમેલની યુક્તિ મારા પર કામ નહીં કરે. હાઈકોર્ટે બીએસ યેદિયુરપ્પાને નોટિસ ફટકારી હતી, મને નહીં. મને લાગે છે કે બોમાઈએ ખરેખર યેદિયુરપ્પાને નિશાન બનાવ્યા છે.”

બોમ્માઈ અમને પડકારવામાં સક્ષમ નથી: સિદ્ધારમૈયા

કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે ભાજપના શનિવારના કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકોએ તેમને નકારી દીધા છે. તેણે કહ્યું, ‘બોમ્મઈ, તમે પણ જાણો છો કે તમે અમને પડકારવામાં અસમર્થ છો. જો તમને લાગે કે તમે સાહસિક છો તો પહેલા તમારી કેબિનેટનું વિસ્તરણ કરો અથવા ઓછામાં ઓછું યતનાલ (ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલ, જેઓ પાર્ટીની અંદરની કેટલીક બાબતોની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે) સામે પગલાં લો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બોમ્મઈએ શું કહ્યું

બોમ્માઈએ શનિવારે સિદ્ધારમૈયા પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે 2013-18સુધી કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે રાજ્યમાં તેમના નેતૃત્વમાં અનેક કૌભાંડો થયા હતા. બોમ્મઈના શનિવારના ભાષણની મજાક ઉડાવતા સિદ્ધારમૈયાએ કહ્યું, “સંઘ પરિવાર આવી બહાદુરીને સહન કરશે નહીં. ભૂલશો નહીં કે યેદિયુરપ્પા કમનસીબે આ પ્રકારનું કૃત્ય કરવા બદલ જેલમાં ગયા હતા.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">