AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો! 6 બાગી સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, પાર્ટીમાં ફૂટ લગભગ નિશ્ચિત

શિવસેના (UBT)માં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. સંસદીય દળની બેઠકમાં માત્ર 3 સાંસદો હાજર રહ્યા હતા, જ્યારે 6 સાંસદોએ ગેરહાજરી નોંધાવી અલગ સંસદીય જૂથ બનાવ્યાનો દાવો થયો છે. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં વધુ એક મોટા વિભાજનની અટકળો તેજ બની છે.

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો! 6 બાગી સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, પાર્ટીમાં ફૂટ લગભગ નિશ્ચિત
| Updated on: Jun 18, 2026 | 8:15 PM
Share

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)માં રાજકીય ઉથલપાથલ વધુ ગાઢ બનતી જોવા મળી રહી છે. ગુરુવારે યોજાયેલી પાર્ટીની સંસદીય દળની બેઠકમાં માત્ર ત્રણ સાંસદ હાજર રહ્યા હતા, જ્યારે છ સાંસદોએ બેઠકથી અંતર જાળવ્યું હતું. આ ઘટનાને કારણે પાર્ટીમાં ફૂટ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. દિલ્હીમાં સંસદ ભવન સ્થિત પાર્ટી કચેરીમાં બોલાવવામાં આવેલી બેઠકમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજા વાજે હાજર રહ્યા હતા. બીજી તરફ, સંજય દીના પાટીલ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટીકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય જાધવ બેઠકમાં પહોંચ્યા નહોતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ છ સાંસદોએ અલગ સંસદીય જૂથ બનાવી તેનું પત્ર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ સોંપ્યું છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા વ્હિપનું પાલન ન કરવાને કારણે તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

શું કહે છે નિયમ?

જાણકારોના જણાવ્યા મુજબ, દળબદલ વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ વ્હિપ માત્ર સંસદની કાર્યવાહી અને મતદાન માટે જ લાગુ પડે છે. પાર્ટીની આંતરિક બેઠકો માટે વ્હિપ કાનૂની રીતે ફરજિયાત માનવામાં આવતો નથી. તેથી બેઠકમાં ગેરહાજરીના આધારે દળબદલ કાયદા હેઠળ કાર્યવાહી કરવી સરળ નથી.

બાગી સાંસદો સામે કાર્યવાહી થશે

શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંતે સ્પષ્ટ કહ્યું કે વ્હિપનું ઉલ્લંઘન કરનાર સાંસદો સામે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સંજય રાઉતે બાગી નેતાઓને “પાઠ ભણાવવાની જરૂર” હોવાનું જણાવ્યું હતું.

શિંદે સાથે મુલાકાત કરશે બાગી સાંસદો

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી સાંસદોએ લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે અને તેઓ 20 જૂને મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ પાર્ટીથી અલગ થવાના નિર્ણય પાછળના કારણો જાહેર કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા કરી શકે છે.

Breaking News: ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી મોટું ભંગાણ? 7 સાંસદોને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">