ભારત સામે પુંછડી પટપટાવી રહ્યા છે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો, બિન બુલાયે મહેમાન થયા, આમંત્રણ વગર કાર્યક્રમમાં પહોંચી ગયા
પહેલગામ આંતકી હુમલો અને ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ માત્ર પાકિસ્તાની આતંકવાદીઓનો બચાવ કર્યો ન હતો પરંતુ સાથે ભારતીય સેના વિશે અપશબ્દો પણ કહ્યા હતા. આ વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ભારતીય લોકો શાહિદ આફ્રિદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ […]

પહેલગામ આંતકી હુમલો અને ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ માત્ર પાકિસ્તાની આતંકવાદીઓનો બચાવ કર્યો ન હતો પરંતુ સાથે ભારતીય સેના વિશે અપશબ્દો પણ કહ્યા હતા. આ વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ભારતીય લોકો શાહિદ આફ્રિદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ હવે જોવા મળી રહી છે.
એક રિપોર્ટ મુજબ કોચીન યુનિવર્સિટી બી ટેક અલુમનાઈ એસોશિએશને 25 મેના રોજ પાકિસ્તાન એસોસિએશન દુબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમમાં શાહિદ આફ્રિદી પોતાના સાથી મિત્ર અને પૂર્વ ક્રિકેટર ઉમર ગુલ સાથે પહોંચ્યો હતો. આફ્રિદી મંચ પર પહોંચતા જ લોકો બુમ બુમના નારા લગાવતા જોવા મળ્યા હતા. જવાબમાં આફ્રિદીએ કહ્યું બસ થઈ ગયું બુમ બુમ, તમને જણાવી દઈએ કે, શાહિદ આફ્રિદીને તેના ચાહકો બુમ બુમ કહીને બોલાવે છે.
View this post on Instagram
રિપોર્ટ મુજબ આ ઈવેન્ટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું મને કેરળના લોકો ખુબ પસંદ છે. સાથે કહ્યું મને કેરળ રાજ્ય અને ત્યાંનું જમવાનું પણ ખુબ પસંદ છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોના રિએક્શન આવવા લાગ્યાછે. એક વ્યક્તિએ કહ્યું જે વ્યક્તિ ભારતની મજાક ઉડાવવાની કોઈ તક છોડતું નથી. હવે ભારતીય કાર્યક્રમમાં આવી રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું એક બાજુ આપણો દેશ હજુ પણ પહેલગામ અને ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયા લોકોના મૃત્યું પર દુખ વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે CUSAT એલુમનાઈ એસોશિએશન દુબઈ શાહિદ આફ્રિદીને આંમત્રિત કરી રહ્યા છે. જે આપણ દેશ અને આપણા સૈનિકો વિરુદ્ધ ઝેર ઓકે છે. કેટલી શરમજનક વાત છે.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા બાદ CUBAAએ સ્પષ્ટતા કરી,કહ્યુંકે, પાકિસ્તાની ક્રિકેટર બિન બુલાવેલા મેહમાન હતા. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને કોઈએ આ કાર્યક્રમમાં બોલાવ્યા ન હતા.અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમારી આયોજક ટીમના કોઈપણ સભ્ય, અધિકારીઓ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમને આમંત્રણ આપ્યું ન હતું