AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIમાં બમ્પર ભરતીની જાહેરાત: એક વર્ષમાં 4000 કર્મચારીઓની કરવામાં આવશે ભરતી, જુઓ સંપૂર્ણ વિગત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની લોન કલેક્શન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે 3000 થી 4000 નવા કર્મચારીઓની નિમણૂક કરવા જઈ રહી છે. બેંકના ચેરમેનએ જણાવ્યું કે આ નવી ટીમ મુખ્યત્વે ફિલ્ડ વર્ક કરશે, જેનાથી બેંકની એસેટ ક્વોલિટી અને લોન રિકવરીમાં સુધારો થશે.

SBIમાં બમ્પર ભરતીની જાહેરાત: એક વર્ષમાં 4000 કર્મચારીઓની કરવામાં આવશે ભરતી, જુઓ સંપૂર્ણ વિગત
નોંધનીય છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ બે દિવસની હડતાળ પર રહેવાનું છે. આ પહેલા, 23 અને 24 મેના રોજ શનિવાર અને રવિવાર આવે છે, અને હડતાલ પછી તરત જ, બેંક ઈદ માટે રજા પાળશે. પરિણામે, SBI શાખાઓમાં આજથી કુલ 6 દિવસ સુધી બંધ રહેવાની છે. Image Credit source: Tv9Gujarati
| Updated on: May 12, 2026 | 9:21 PM
Share

ભારતીય સ્ટેટ બેંક (SBI) આગામી એક વર્ષમાં 3000 થી 4000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. આ ભરતી ખાસ કરીને લોન કલેક્શન માટે એક સમર્પિત ટીમ બનાવવાના હેતુથી કરવામાં આવશે. SBI ના ચેરમેન સી.એસ. શેટ્ટીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બેંકે તેની અન્ડરરાઈટિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે અને હવે મજબૂત કલેક્શન મિકેનિઝમ શરૂ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્ડમાં રહીને કરશે કામ

બેંકની વિગતો અનુસાર, નાણાકીય વર્ષ 2026 ના અંત સુધીમાં બેંકમાં કર્મચારીઓની સંખ્યા 2.45 લાખ પર પહોંચી હતી, જે અગાઉના વર્ષે 2.36 લાખ હતી. ચેરમેન શેટ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે નવી કલેક્શન ટીમના કર્મચારીઓ મુખ્યત્વે ફિલ્ડમાં કામ કરશે અને તેઓ શાખાઓમાં બેસશે નહીં. આ ભરતી હાલના સ્ટાફમાંથી નહીં, પરંતુ બેંકની પેટાકંપની દ્વારા કરવામાં આવશે અને તેમનું સંચાલન કેન્દ્રીય સ્તરથી કરવામાં આવશે.

NPA ઘટાડવા પર ધ્યાન

SBI એ તાજેતરમાં છેલ્લા બે દાયકાના સૌથી નીચા NPA (નોન-પરફોર્મિંગ એસેટ) સ્તરની જાણકારી આપી છે. માર્ચ ક્વાર્ટરમાં બેંકનો નેટ NPA રેશિયો 0.39 ટકા રહ્યો હતો, જે ગત વર્ષના સમાન ગાળામાં 0.47 ટકા હતો. નવી કલેક્શન વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શરૂઆતી તબક્કાના તણાવગ્રસ્ત લોનને NPA માં બદલાતા અટકાવવાનો છે. RBI ના ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) નિયમોને ધ્યાનમાં રાખીને બેંક પોતાની ક્રેડિટ ક્વોલિટી અને રિસ્ક મોનિટરિંગને વધુ સખત બનાવી રહી છે.

SBI ના પરિણામો અને ડિવિડન્ડ

માર્ચ ક્વાર્ટરમાં SBI એ 19,684 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 5.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે જ બેંકે તેના શેરધારકો માટે પ્રતિ શેર 17.35 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

અરજી કરવા માટે આ લિંક પર જાઓ: https://sbi.bank.in/web/careers/current-openings

16 મેથી આ 4 રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ! શનિ જયંતી પર સર્જાશે શક્તિશાળી ‘બુધાદિત્ય યોગ’

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">