AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી, દોષીને કડક સજા થાય, હિન્દુ સમાજ ધીરજ રાખેઃ રામમંદિરના દાનની ચોરી અંગે RSS નુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ, રામ મંદિરમાં ભક્તો દ્વારા આવેલા દાનની ચોરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હોસબોલેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, મંદિર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને યોગ્ય નાણાકીય વ્યવસ્થાની ખાતરીની માંગ કરી છે. તેમણે હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં જરૂરી ધીરજ અને સંયમ જાળવવા આગ્રહ કર્યો છે.

રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી, દોષીને કડક સજા થાય, હિન્દુ સમાજ ધીરજ રાખેઃ રામમંદિરના દાનની ચોરી અંગે RSS નુ નિવેદન
| Updated on: Jul 03, 2026 | 5:48 PM
Share

RSS ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ, અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દેશભરના ભાવિક ભક્તોએ આપેલા દાન-ભેટની રકમમાંથી કેટલાક લાખ્ખોની થયેલ ચોરીને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે રામ મંદિરમાંથી દાનની થયેલ ચોરીને કારણે રામ ભક્તોની ભાવનાઓ અને શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચી છે. દરેકને દુઃખ થયું છે. પોતાના નિવેદનમાં, હોસબોલેએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર પેઢીઓથી ચાલતા સંઘર્ષ અને કરોડો રામ ભક્તોના સમર્પણ, બલિદાન અને શહીદીને કારણે સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે.

RSS ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ ટિપ્પણી કરી કે અયોધ્યામાં શ્રી રામ લલ્લા મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓમાંથી ચોરીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર સમાજ અને રામ ભક્તોની લાગણીઓ અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે, જેનાથી બધાને દુઃખ થયું છે.

દોષિતોને કડક સજા થવી જોઈએ

તેમણે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ઔપચારિક વિનંતીને પગલે, ઉત્તર પ્રદેશ સરકારે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે અને તેની ભલામણોના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન દોષિત કોઈપણ વ્યક્તિને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

દત્તાત્રેય હોસબોલેએ વધુમાં જણાવ્યું હતું કે RSS સહિત સમગ્ર હિન્દુ સમાજ સ્વાભાવિક રીતે અપેક્ષા રાખે છે કે, ટ્રસ્ટ આ અત્યંત નિંદનીય ઘટનાને અસાધારણ બાબત ગણીને વ્યવસ્થાપન અને કામગીરીમાં બધી ખામીઓને સુધારવા માટે ગંભીર, અસરકારક પગલાં લેશે. અયોધ્યા મંદિરમાં કરોડો રામ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અખંડ અને અતુટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે મૂંઝવણ અને અનિશ્ચિતતાની વર્તમાન પરિસ્થિતિનો તાકીદે અંત આવવો જોઈએ. આ સંદર્ભમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મંદિર વ્યવસ્થાપન અને સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ તમામ જરૂરી પહેલ કરશે.

ધીરજ અને સંયમ રાખો

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિવેકપૂર્ણ નાણાકીય વ્યવસ્થાપન, સરળ કામગીરી માટે દોષરહિત અને પારદર્શક પ્રણાલીઓ અને ધાર્મિક શુદ્ધતા અને પવિત્રતાથી ભરપૂર વાતાવરણ દ્વારા હિન્દુ સમુદાયના વિશ્વાસ અને આસ્થાને જાળવી રાખશે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સમગ્ર હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં જરૂરી ધીરજ અને સંયમ દાખવવા અને હિન્દુ ધર્મ અને સમાજને બદનામ કરવા માટે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ લેવા માંગતા હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓના કાવતરાઓને નિષ્ફળ બનાવવા હાકલ કરે છે.

Exclusive: રૂપિયા થી લઈ ડોલર અને જ્વેલરી સુધી.. રામ મંદિર પ્રસાદ ચોરીના 7 આરોપી પાસેથી શું શું મળ્યું?

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">