Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ

ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ વાર્ષિક રથયાત્રા પૂર્વે રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે કોરોના પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં

Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ
જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 6:43 PM

ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ જગન્નાથ પુરીમાં યોજાનારી વાર્ષિક રથયાત્રા(Rath Yatra)ના એક મહિના પૂર્વે જ રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી કે આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના(Corona) પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. રાજ્ય સરકારે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે જાહેર કરેલી તમામ માર્ગદર્શિકાનું આ પ્રસંગે ધાર્મિક વિધિઓ દરમિયાન પાલન કરવું પડશે.

શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે

વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા(Rath Yatra) પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં આવા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. એસઆરસીએ જણાવ્યું હતું કે માત્ર પસંદ કરેલા સેવકોને જ જે કોરોના(Corona)નેગેટિવ અને રસીના બંને ડોઝ લીધા છે તેમને ‘સ્નાન પૂર્ણિમા’ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ પવિત્ર શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે

જેનાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રથયાત્રા(Rath Yatra) કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો આ વખતે પણ અમલમાં રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર આ કાર્યક્રમોનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે નવ દિવસની લાંબી રથયાત્રા શિડ્યુલ મુજબ શરૂ થશે અને આ ગાળામાં માત્ર 500 સેવકોને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમય દરમિયાન તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવશે.

આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે પુરીમાં હજી પણ દરરોજ કોરોના(Corona) વાયરસના ચેપના 300 જેટલા કેસ નોંધાય છે. તેમણે કહ્યું, ‘તહેવાર દરમિયાન ફક્ત આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન પુરીમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આની સાથે રથના નિર્માણનું કામ અંતિમ તબક્કે પહોંચી ગયું છે અને તેમાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">