AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : તંત્રની પોલ ખુલી, અંડરબ્રીજમાં પાણી ભરાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:16 PM
Share

રાજકોટમાં શહેરીજનોને સારી સુવિધા આપવાના વાયદા માત્ર વાયદા જ રહ્યા છે. તેનો બોલતો પુરાવો રાજકોટના આમ્રપાલી અંડર બ્રીજ નીચે જોવા મળ્યો.

Rajkot : રાજકોટમાં શહેરીજનોને સારી સુવિધા આપવાના વાયદા માત્ર વાયદા જ રહ્યા છે. તેનો બોલતો પુરાવો રાજકોટના આમ્રપાલી અંડર બ્રીજ નીચે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેણે તંત્રની પોલ ખોલી નાંખી હતી. આ ઉપરાંત એક વ્યક્તિ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં પોતાની રિક્ષા ધોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેમાં નવાઈ બાબત એ હતી કે  નવા અંડર બ્રિજમાં જ પાણી ભરાયું હતું. તેથી  વાહન ચાલકો અને સ્થાનિકોએ તંત્રની ખામીને લઈ ટીકાનો મારો ચલાવ્યો. જો કે મનપા અધિકારીએ પાણી નિકાલ માટેની મોટર ખરાબ થઈ ગયાનો તર્ક આપ્યો હતો.ત્યારે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે શિયાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે.

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">