લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝિટિવ, કન્યાના પિતાનું મોત થતા ગામમાં સન્નાટો

Gautam Prajapati

|

Updated on: May 21, 2021 | 4:11 PM

લગ્ન જેઓ ખુશીનો પ્રસંગ કોરોનાના કારણે દુઃખમાં ફેરવાઈ ગયો. ગામ આખામાં ખળભળાટ ત્યારે મચી ગયો જ્યારે એક સાથે 95 લોકો કોરોના સંક્રમિત મળ્યા.

લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝિટિવ, કન્યાના પિતાનું મોત થતા ગામમાં સન્નાટો
લગ્નમાં સામેલ 95 લોકો કોરોના સંક્રમિત

કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. લોકો ડરીને હવે ઘરથી બહાર નીકળવાનું ટાળે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં ઘણા નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગોમાં ભારે ભીડ જોવા મળે છે. રાજસ્થાનના એક ગામમાં ચોંકાવનારી ઘટના ઘટી છે.

વાત એમ છે કે રાજસ્થાનના ગામમાં એક જ દિવસમાં 95 કોરોના સંક્રમિત મળ્યા. ઝૂંઝનુ જિલ્લાના સ્યાલૂ કલા ગામમાં ત્રણ લગ્નમાં શામેલ 150 લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં 95 લોકો પોઝિટિવ મળી આવ્યા, એટલું જ નહીં લગ્ન દરમિયાન કન્યાના પિતાનું પણ મોત થઇ ગયું. જેના કારણે આજુબાજુના ગામમાં પણ ડરનો માહોલ છે.

આ ગામના એક વ્યક્તિનું કહેવું છે કે કોરોનામાં ગામના 95 લોકો પોઝિટિવ આવ્યા હતા. 25 એપ્રિલના રોજ ગામમાં ત્રણ લગ્ન થયા હતા અને આ દરમિયાન કન્યાના પિતાનું પણ મોત નીપજ્યું હતું. પહેલાં ગામના લોકોને કોરોનામાં વિશ્વાસ ન હતો અને તેઓ બિન્દાસ ફરતા હતા. જ્યારે દરેકની તપાસ કરવામાં આવી ત્યારે સૌ ડરી ગયા. હવે સૌ પોતાના ઘરોમાં છે.

એટલું જ નહીં ગામના એક નાગરિકનું કહેવું છે કે કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં જ અધિકારીઓ આ ગામમાં આવવાનું ટાળવા લાગ્યા. લોકો હવે આ ગામનું નામ સાંભળતા જ પોતાનો માર્ગ બદલી નાખે છે.

અત્યારે ગામમાં ગમગીન માહોલ છે. લોકો ઘરમાંથી બહાર આવતા પણ ડરે છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન સરકારે લગ્નમાં માત્ર 11 લોકો હાજર રહેવાની છૂટ આપેલી હતી. અને એક લાખનો દંડ પણ નક્કી કર્યો હતો. તેમ છતાં અહિયાં નિયમોનું ઉલંઘન થયું. જેના કારણે હવે સૌએ ભોગવવું પડી રહ્યું છે.

પહેલા લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેરમાં જ છે પરંતુ આ ગામનો કિસ્સો સાંભળીને સૌ હચમચી ગયા છે. ગામમાં થતા મૃત્યુના કારણે એક ડર પણ ફેલાયો છે, હવે લોકો આની ગંભીરતા સમજી રહ્યા છે.

આ પણ વાંચો: દમ લગા કે હૈસા: ઉદઘાટન કરવા આવેલા મંત્રીએ Ambulance ને મારવો પડ્યો ધક્કો, તોયે શરુ ના થઇ

આ પણ વાંચો: Columbus Birthplace: કોલંબસના જન્મસ્થળને લઈને ખુલ્યો ભેદ, જાણો DNA રિપોર્ટ શું કહે છે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati