AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Columbus Birthplace: કોલંબસના જન્મસ્થળને લઈને ખુલ્યો ભેદ, જાણો DNA રિપોર્ટ શું કહે છે

વર્ષોથી કોલંબસના જન્મસ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ હવે ગ્રેનાડા વિશ્વવિદ્યાલયમાં DNA અધ્યયનના પ્રમુખ વૈજ્ઞાનિક જોસ એન્ટોનીયો લોરેન્ટેએ આ અંગે માહિતી આપી છે.

Columbus Birthplace: કોલંબસના જન્મસ્થળને લઈને ખુલ્યો ભેદ, જાણો DNA રિપોર્ટ શું કહે છે
કોલંબસ (પ્રતિકાત્મક તસ્વીર)
| Updated on: May 21, 2021 | 2:20 PM
Share

કોલંબસનું નામ સૌએ સાંભળ્યું હશે. બાળપણની વાર્તાથી માંડીને ઈતિહાસના વિષયના પાઠોમાં તેના નામના ઉલ્લેક જોવા મળ્યા છે. પરંતુ તેના જન્મસ્થળને (Columbus Birthplace) લઈને ખુબ સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

ક્યાં થયો હતો કોલંબસનો જન્મ (Columbus Birthplace)

છેક હવે જઈને ક્રિસ્ટોફર કોલંબસના જન્મસ્થળને લઈને વિવાદ ક્યાથ થાળે પડેલો જોવા મળે છે. આટલા વર્ષોથી કોલંબસના જન્મસ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ હવે ગ્રેનાડા વિશ્વવિદ્યાલયમાં (Grenada university) DNA અધ્યયનના પ્રમુખ વૈજ્ઞાનિક જોસ એન્ટોનીયો લોરેન્ટેએ વિડીયો કોન્ફરન્સની મિટિંગ દરમિયાન કહ્યું કે ‘કોલંબસ ઇટલીમાં જન્મ્યો હતો તેના પર કોઈ સંદેહ નથી’. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ વાતને સાબિત કરવા માટે તેઓ ડેટા પણ આપી શકે એમ છે.

કયા સ્થાનો હતા દાવેદાર?

ખરેખર ઈતિહાસકારો માને છે કે કોલંબસનો જન્મ જેનોઆમાં થયો હતો. 1451 માં તેનો જન્મ થયો હોવાનું ઈતિહાસકારો માને છે. પરંતુ વિશ્વવિદ્યાલય દ્વારા તેના જન્મસ્થાન વિશે સૌના વિચારો જાણવા માટે આ બેઠક બોલાવી, જેમાં સ્પેનના વાલેન્સીયા, એસ્પિનોસા ડી હેનારેસ, ગૈલિસિયા અને મલ્લોર્કા, પુર્તગાલના અલેન્ટેજો ક્ષેત્ર અને બીજા ઘણા સ્થાનોના લોકો પણ શામેલ હતા.

આ સમય દરમિયાન સંશોધનકાર અને લેખક અલ્ફોન્સો સાન્જે કહ્યું કે તેમને આશા છે કે બેઠક દરમિયાન તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચશે કે કોલમ્બસ એક સ્પેનિશ હતો અને જેનોઈઝ નાવિક ન હતો. તમને જણાવી દઈએ કે ડીએનએ સંશોધનના અંતિમ તબક્કાના પરિણામોનું સ્વતંત્ર રીતે યુરોપ અને અમેરિકાની પ્રયોગશાળાઓમાં વિશ્લેષણ કરવામાં આવશે અને ઓક્ટોબરમાં અહેવાલ રજૂ કરવામાં આવશે.

2004–05 માં મળ્યા હતા પ્રથમ નમૂના

માહિતી અનુસાર 2004 અને 2005ના વર્ષમાં પ્રથમ વખત નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ડીએનએ વિશ્લેષણ 16 વર્ષ પછી ફરી શરૂ થશે.

1506 માં કોલંબસનું મૃત્યુ થયું હતું

જાણકારી અનુસાર કોલંબસનું મોત 1506 માં સ્પેન ખાતે થયું હતું. પરંતુ કહેવાય છે કે તેની ઈચ્છા હિસ્પાનીયોલામાં દફન થવાની હતી. અત્યારે ટે જગ્યામાં ડોમિનિકન ગણરાજ્ય અને હૈતી રહે છે. તમને જણાવી દઈએ કે 1542 માં કોલંબસના અવશેષો અહિયાં લાવ્યા ત્યારબાદ 1795 માં ક્યુબા અને ત્યારબાદ 1898 સેવિલે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Tarun Tejpal: યૌન શોષણ કેસમાં તહલકાના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ નિર્દોષ જાહેર કરાયા, જાણો સમગ્ર વિગત

g clip-path="url(#clip0_868_265)">