‘રાજાબાબુ’ની રાજકારણમાં રિએન્ટ્રી, શિંદેજૂથની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, આ બેઠકથી લડી શકે ચૂંટણી

બોલિવુડની ક્વીન કંગના રણૌત બાદ વધુ એક ફિલ્મી સીતારાની રાજકારણમાં રિએન્ટ્રી થઈ છે. રાજાબાબુથી જાણીતા ગોવિંદાએ ફરી એકવાર રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવ્યુ છે અને તેઓ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈબેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

'રાજાબાબુ'ની રાજકારણમાં રિએન્ટ્રી, શિંદેજૂથની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, આ બેઠકથી લડી શકે ચૂંટણી
Follow Us:
| Updated on: Mar 28, 2024 | 6:58 PM

બોલિવુડની ક્વિનથી જાણીતી કંગણા રણૌત બાદ હવે રાજાબાબુની રાજકારણમાં રિએન્ટ્રી થઈ છે. રાજાબાબુ ફિલ્મમાં ડૉક્ટર, એક્ટર, રાજાનેતા સહિતના અનેક કિરદાર નિભાવનારા ગોવિંદા હવે રિયલ લાઈફમાં પણ ફરી રાજનેતા બનવા જઈ રહ્યા છે. બોલિવુડમાં રાજાબાબુથી પ્રચલિત થયેલા અભિનેતા ગોવિંદાની ફરી રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેના પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.

રાજાબાબુ ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠકથી લડી શકે લોકસભા ચૂંટણી

આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવી પણ ખબરો મળી રહી છે કે ગોવિંદા ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ વખતે તેમને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડાવે તેવા સંકેત મળી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર ઉમેદવાર છે. તેમની સામે ગોવિંદાને શિંદેજૂથ મેદાને ઉતારી શકે છે.

ગોવિંદા 2004માં ભાજપના રામ નાઈકને હરાવી બન્યા હતા સાંસદ

રાજકારણમાં ગોવિંદાની આ પ્રથમ ઈનિંગ નથી. 2004માં ગોવિંદા ઉત્તરી મુંબઈ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. ઉત્તરી મુંબઈ લોકસભા બેઠક પારંપારિક રીતે ભાજપનો ગઢ ગણાય છે. જેમા બોરીવલી, દહિસર, મગાથેન કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે મંડીથી અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી છે અને તેમના નામની જાહેરાત થતા જ તે પ્રચારમાં લાગી ગઈ છે.

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

ચૂંટણી લડવા અંગે ગોવિંદાએ હજુ નથી ખોલ્યા પત્તા

આજના ઘટનાક્રમ પર નજર કરીએ તો સૌપ્રથમ શિવસેનાના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે ગોવિંદાને મળ્યા હતા. આ બેઠક બાદ ગોવિંદા શિંદેજૂથની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડવા માટે ગોવિંદાનું નામ ચર્ચાઈ રહ્યુ છે જ્યાથી ઉદ્ધવ જૂથે અમોલ કિર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. જો કે કોંગ્રેસના સંજય નિરૂપમ તેનાથી નારાજ છે કે યુબીટીએ કોંગ્રેસની સીટ પર ઉમેદવારને તેમના ઉમેદવારને ઉભા રાખ્યા છે. જો કે ચૂંટણી લડવાને લઈને ગોવિંદાએ હજુ તેના પત્તા ખોલ્યા નથી પરંતુ હાલ ચર્ચા તો એવી જ છે કે શિવસેના ગોવિંદાને ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: યાત્રીકોની માગ અને  વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલવેએ આ ત્રણ સ્પેશ્યિલ ટ્રેનોનું શેડ્યુલ જુન સુધી લંબાવ્યુ- યાત્રીકોને થશે ફાયદો 

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">