શું રાહુલ ગાંધીની રાજકીય વિરાસત સંભાળશે આ 2 બાળકો?, પ્રિયંકાની સાથે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા

દેશના સૌથી મોટા રાજકીય પરિવારમાંથી એક ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ. નામાંકન કર્યુ તે પહેલા તેમને મેગા રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધીના આ રોડ શોમાં તેમની સાથે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા. તેની સાથે પ્રિંયકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન અને […]

શું રાહુલ ગાંધીની રાજકીય વિરાસત સંભાળશે આ 2 બાળકો?, પ્રિયંકાની સાથે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા
Follow Us:
| Updated on: Apr 10, 2019 | 9:18 AM

દેશના સૌથી મોટા રાજકીય પરિવારમાંથી એક ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ.

નામાંકન કર્યુ તે પહેલા તેમને મેગા રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધીના આ રોડ શોમાં તેમની સાથે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા. તેની સાથે પ્રિંયકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન અને પુત્રી મિરાયા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાહુલ ગાંધીના રોડ શોમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા તો આવવાના જ હતા પણ તેમના પુત્ર અને પુત્રીના લોન્ચિંગ ચોંકાવનારા હતા. આખા રોડ શોમાં રેહાન અને મિરાયા ટ્રક પર હાજર રહ્યા અને તેમને લોકોનું અભિવાદન કર્યુ.

આ પ્રથમ વખત નથી થયુ કે બંને બાળકો પહેલીવાર લોકોની સામે આવ્યા હોય, તે પહેલા પણ રેહાન અમેઠીમાં બાઈક પર ફરતો હતો તેના ફો઼ટો પણ ચર્ચામાં રહ્યા હતા. ત્યારે મિરાયા તેમની માતા પ્રિયંકા વાડ્રા સાથે ઘણી વાર જોવા મળી છે.

આના પહેલા પણ રાહુલ ગાંધીએ 2004, 2009, અને 2014માં જ્યારે નામાંકન દાખલ કર્યુ હતુ, ત્યારે પણ પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધી હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અમેઠીથી સતત 3 વખત સાંસદ બની ચૂક્યા છે. 2004માં તેમને પહેલીવાર જીત મેળવી હતી. પછી 2009માં અને 2014માં પણ તે અમેઠી સીટ પરથી જીત્યા હતા. રાહુલ ગાંધી સિવાય અમેઠી સીટ પરથી કોંગ્રેસના સંજય ગાંધી, રાજીવ ગાંધી, અને સોનિયા ગાંધી પણ ચૂંટણી જીતી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">