રાહુલ ગાંધીના મોટા આરોપ પછી પણ ‘Rafale’ વિમાન ફેબ્રુઆરી મહિનામાં આવી રહ્યું છે ભારત, ભારતીય આકાશમાં 23 ફેબ્રુઆરીના રોજ ભરશે ઉડાન
ભારતમાં હાલમાં સૌથી વિવાદોમાં રહેલું વિમાન રાફેલ ભારતમાં આવી રહ્યું છે. બેંગલુરુમાં એક એર-શૉનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રાંસની કંપની દસૉ એવિએશન પોતાના ત્રણ રાફેલ વિમાન લઈને આવી રહી છે. બેંગલુરુના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન ખાતે ત્રણ રાફેલ વિમાન આવી રહ્યાં છે જેમાં બે વિમાન પોતાના આકાશી કરતબો બતાવશે અને એક રાફેલ વિમાન ત્યાં પ્રદર્શન […]
ભારતમાં હાલમાં સૌથી વિવાદોમાં રહેલું વિમાન રાફેલ ભારતમાં આવી રહ્યું છે. બેંગલુરુમાં એક એર-શૉનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રાંસની કંપની દસૉ એવિએશન પોતાના ત્રણ રાફેલ વિમાન લઈને આવી રહી છે.
બેંગલુરુના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન ખાતે ત્રણ રાફેલ વિમાન આવી રહ્યાં છે જેમાં બે વિમાન પોતાના આકાશી કરતબો બતાવશે અને એક રાફેલ વિમાન ત્યાં પ્રદર્શન માટે વિવિધ ડેટા સાથે રાખવામાં આવશે. આ વિમાન અત્યાધુનિક કક્ષાનું વિમાન ગણવામાં આવે છે અને પહેલીવાર ભારતમાં રાફેલ વિમાન પોતાની તાકાત અને કરતબ બતાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલ 1900 વસ્તુઓ તમે પણ ખરીદી શકશો, જાણો ક્યાં અને કેવી રીતે ?
એરો-ઈન્ડિયાના 12માં એર-શૉનું આયોજન 20થી 24 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે જેમાં રાફેલનું નિર્માણ કરનારી ફ્રેંચ કંપની દસો એવિએશન પણ ભાગ લઈ રહી છે. ભારતમાં રાફેલ વિવાદમાં રાજનેતાઓ એકબીજાની ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે ત્યારે હવે રફાલ વિમાન ભારતમાં આવીને પોતાની તાકાત બતાવશે.
[yop_poll id=”946″]