શું અમેરિકા સિંધુ જળ સંધિ બહાલ કરવા માટે વર્લ્ડ બેંકને હાથો બનાવીને ભારતને ધમકાવશે? ભારતના 21 બિલિયન ડોલરના પ્રોજેક્ટ લટકાવી દેશે?- વાંચો
15 ઓગસ્ટે થનારી પૂતિન-ટ્રમ્પની અલાસ્કામાં થઈ રહેલી મુલાકાત ન માત્ર રશિયા-યુક્રેન માટે પરંતુ ભારત માટે પણ ઘણી મહત્વપૂર્ણ છે. કારણ કે આ મુલાકાતમાં જો પૂતિન વિજેતા બનીને બહાર આવે છે તો ભારતનું ભવિષ્ય અમેરિકાના પ્રતિબંધોની સરખામણીમાં સુરક્ષિત રહેશે. પરંતુ જો પૂતિન સમાધાનની ભૂમિકામાં આવશે તો અમેરિકા ફરી ભારતને ધમકાવવાની ભૂમિકામાં આવી શકે છે. કઈ રીતે ટ્રમ્પ ભારતની વર્લ્ડ બેંકની દુખતી નસનો ઉપયોગ કરશે- વાંચો સિલ સિલેવાર ઘટનાઓ પરથી સમગ્ર વિશ્લેષણ.

15 ઓગસ્ટના રોજ રશિયા અને અમેરિકા વચ્ચે એલાસ્કામાં સંધિ થવા જઈ રહી છે. જે ઝેલેન્સ્કીને લઈને છે. જો તે સંધિ થઈ જાય છે, પુતિન માની જાય છે તો ટ્રમ્પ તેને પોતાની જીત તરીકે જોશે. વાત એ છે કે તેઓ કહી રહ્યા હતા કે મેં સીઝફાયર કરાવી દીધું છે. આ કયા સીઝફાયરની વાત છે? એ વાત છે રશિયા અને યુક્રેન યુદ્ધની. જો આ બંને વચ્ચે સીઝફાયર થાય, તો તેના કારણો શોધવામાં આવશે કે મેં ભારતને ધમકાવ્યું હતું કે જો તમે તેલ લેશો, તો હું તમારા પર 25% ટેરિફ લગાવી દઈશ. પરિણામ શું નીકળ્યું? ટેરિફના ડરથી ભારત રશિયા સુધી પહોંચી ગયું અને ડોભાલ દ્વારા ક્યાંક એ તો નથી કહેવાડાવી દીધુ કે તમે માની જાઓ, કારણ કે અમારા પર ટેરિફ આવી ગયો છે. કંઈક આ જ પ્રકારના નિવેદનો આવનારા સમયમાં...
