2019 માં મુખ્યપ્રધાનની પત્ની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ, 23 લાખ રૂપિયાની કરી હતી ઠગાઈ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને મોબાઈલ ફોનના માધ્યમ દ્વારા 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઉત્તર પ્રદેશના નોઈડાની સાયબર ક્રાઈમ ટીમે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2019 માં મુખ્યપ્રધાનની પત્ની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ, 23 લાખ રૂપિયાની કરી હતી ઠગાઈ
The Person Who Cheated CM Wife Preneet Kaur

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને (Parneet Kaur) મોબાઈલ ફોનના માધ્યમ દ્વારા 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આપને જણાવવું રહ્યું કે, ઉત્તર પ્રદેશના નોઈડાની સાયબર ક્રાઈમ ટીમે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેપ્ટનની (Captain Amirndarsinh) પત્ની સાથે છેતરપિંડી કરનાર નૂર અલી સાલ હવે પેન્શન ડેટા અપડેટ (Update) કરવાના બહાને નિવૃત્ત સરકારી કર્મચારીઓને છેતરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે,આરોપી અલીએ અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જેમાં 2019 માં ઓગસ્ટ તેમણે પંજાબના મુખ્યપ્રધાનની (Chief Minister) પત્ની પરનીત કૌરને પણ છેતરીને ઠગાઈ આદરી હતી.

ઉલ્લેખનીય છે કે, ધરપકડ બાદ પોલીસે (Police) અલીના 80 બેંક ખાતા અને તેના 40 ઈ-વોલેટ જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અલી ટ્રેઝરી ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપીને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફોન કરીને તેમની માહિતી માંગતો હતો અને કહેતો હતો કે પેન્શન ડેટા (Pension Data) અપડેટ કરવા માટે તેમને તેમની બેંક વિગતોની જરૂર છે. બાદમાં બેંકની માહિતી (Bank Detail) મેળવીને લાખોની છેતરપિંડી આચરતો હતો.

આરોપીએ 4.5 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી 

પોલીસે જણાવ્યું હતું કે, અલીએ અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઓગસ્ટ 2019 માં તેણે પંજાબના મુખ્યમંત્રીની પત્ની પરનીત કૌરને પણ છેતર્યા હતા. આપને જણાવવું રહ્યું કે, 2019 માં પંજાબના મુખ્યમંત્રીની (Punjab Chief Minister) પરનીત કૌરનો ફોન આવ્યો હતો. જેમાં આરોપીએ પોતાને રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર (Bank Manager) તરીકે ઓળખાણ આપી અને કૌરને કહ્યું કે તે તેના પગારની રકમ જમા કરવા માટે તેના બેંક ખાતાની વિગતો ઇચ્છે છે. બાદમાં માહિતી મેળવી તેણે ઠગાઈ આચરી હતી.

સાંસદના ખાતામાંથી 23 લાખ રૂપિયાની કરી ઠગાઈ

કૌરનો એકાઉન્ટ નંબર, એટીએમ પિન, (ATM Pin) સીવીસી નંબર અને એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) મેળવવામાં આરોપી અલી સફળ રહ્યો. જો કે બાદમાં, પરમિત કૌરને SMS દ્વારા ખબર પડી કે તેના ખાતામાંથી 23 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. બાદમાં તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

 

આ પણ વાંચો: Maharashtra: સંજય રાઉત ફરી રાજ્યપાલ પર ભડક્યા, કહ્યું કે ઠાકરે સરકારનાં પગ ખેંચવાની કોશિશ કરી છે તો….

આ પણ વાંચો:West Bengal : અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી

Click on your DTH Provider to Add TV9 Gujarati