West Bengal : અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી
તુણમૂલ કોંગ્રેસના (TMC) મહાસચિવ અભિષેક બેનર્જીના કાફલા પર સોમવારે ત્રિપુરામાં હુમલો થયો હતો. ત્યારે, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને સોશિયલ મિડીયાના માધ્યમથી ધમકી આપી હતી.
તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીના (Abhishek Banerjee) કાફલા પર હુમલો થયા બાદ TMC ધારાસભ્યએ બંગાળમાં ભાજપના કાર્યકરો અને નેતાઓને (Leader) ધમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રિપુરાની ઘટના બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના (TMC) મહાસચિવ અભિષેક બેનર્જીના કાફલા પર સોમવારે ત્રિપુરામાં (Tripura) હુમલો થયો હતો. તેના એક દિવસ બાદ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને ધમકી આપી છે. જો કે ભાજપે આ માટે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહા (Udayan Guha) સામે કાર્યકરો અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ધમકી આપવા બદલ કાર્યવાહી કરવાની માગ કરી છે.
ધારાસભ્ય ઉદયન ગુહાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ત્રિપુરાની (Tripura) ઘટના બાદ દિનહાટામાં ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવશે. જો કે આ પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર હંગામો થયો હતો. ઘણા લોકોએ ધારાસભ્યની ટીકા કરી અને ઘણાએ TMC ને ટેકો આપ્યો. પોસ્ટ પર હંગામો થયા બાદ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પોસ્ટમાં કોઈ પર હુમલો કરવા વિશે કંઈ લખ્યું નથી.
ભાજપના ધારાસભ્યએ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી
માહિતી અનુસાર, મે મહિનામાં મતદાન બાદ થયેલી હિંસા (Violence) દરમિયાન ગુહાને હાથમાં ઈજા થઈ હતી. આપને જણાવવું રહ્યું કે, ઉદયન ગુહા ડાબેરી નેતા કમલ ગુહાના પુત્ર છે. TMC ની પોસ્ટ બાદ નટબારીના ભાજપના ધારાસભ્ય મિહિર ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, અમે ઉદયન ગુહા સામે કેસ નોંધવાની અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
કૃષિમંત્રીએ આપ્યું સમર્થન
ગોસ્વામી સાથે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૃષિ મંત્રી (Agriculture Minister) શોભનદેવ ચટ્ટોપાધ્યાય પણ સમર્થનમાં આવ્યા હતા. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ગુહા ભાજપના કાર્યકરોની સંભાળ લેવાની અને તેમની સાથે શાંતિપૂર્ણ રહેવાની વાત કરી રહ્યા હતા. તે જ સમયે, તેઓ એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે દિનહાટામાં કોઈ પણ કાર્યવાહીમાં ભાજપના એક પણ સભ્યને નુકસાન પહોંચાડવામાં આવશે નહિ.
આ પણ વાંચો: UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ