AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબની મદદ માટે આગળ આવ્યો Reliance પરિવાર, 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા પહોંચાડવામાં આવી રહી છે મદદ

પંજાબમાં આવેલા વિનાશક પૂરછી જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે અને તેમના માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવી પણ એક પડકાર બની ગઈ છે. આ મુશ્કેલ સમયમાં, રિલાયન્સ પરિવાર મદદ માટે આગળ આવ્યો છે અને 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.

પંજાબની મદદ માટે આગળ આવ્યો Reliance પરિવાર, 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા પહોંચાડવામાં આવી રહી છે મદદ
| Updated on: Sep 11, 2025 | 9:14 PM
Share

ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને કારણે, પંજાબ ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં, રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેલ, જિયો અને વનતારા સહિતના મળીને પૂર-પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. તેમના દ્વારા દસ મુદ્દાની કાર્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ અભિયાન માટે, રાજ્ય વહીવટીતંત્ર, જિલ્લા અધિકારીઓ અને સ્થાનિક પંચાયતોના સહયોગથી રાહત કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. જેથી અમૃતસર, સુલતાનપુર લોધી અને આસપાસના વિસ્તારોમાં 10,000 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને કોઈપણ વિલંબ અને મુશ્કેલી વિના આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પહોંચાડી શકાય.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ આ રાહત અભિયાનની જાહેરાત કરી અને મુશ્કેલ સમયમાં પંજાબ પ્રત્યે સંગઠનની પ્રતિબદ્ધતા દર્શાવી.

અનંત અંબાણીએ કહ્યું, ‘આ મુશ્કેલ સમયમાં અમે પંજાબના લોકોની સાથે છીએ. હજારો પરિવારોએ પોતાના ઘર, નોકરી અને સુરક્ષાની ભાવના ગુમાવી દીધી છે. આખો રિલાયન્સ પરિવાર આ પૂર- પીડિતો સાથે મજબૂતીથી ઉભો છે. સંસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી અને શેલ્ટર કીટ તેમજ લોકો અને પ્રાણીઓની સંભાળ સહિત દરેક શક્ય મદદ પૂરી પાડી રહી છે. આ અભિયાનનો ટેન પોઈન્ટ પ્લાન ‘વી કેર’ ના અમારા વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. અમે આ મુશ્કેલ સમયમાં પંજાબ સાથે ખભે-ખભો મિલાવીને ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ.’

Anant Ambani.

આ સુવ્યવસ્થિત યોજના રાહત જરૂરિયાતોના અનેક પાસાઓને આવરી લે છે

  • ડ્રાઈ રાશન કીટ: પૂરગ્રસ્ત વિસ્તારોમાં 10,000 પરિવારોને ડ્રાઈ રાશન કીટ આપવામાં આવી રહી છે. તેમાં અસરગ્રસ્ત લોકોને ખોરાક અને પોષણ પૂરું પાડવા માટે જરૂરી ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
  • કેશ વાઉચર દ્વારા મદદ: 1000 જરૂરિયાતમંદ પરિવારોને, ખાસ કરીને જે એકલી મહિલાઓ છે અને વૃદ્ધો છે, તેમની મદદ કરવા માટે ₹5,000 ના રોકડ વાઉચર આપવામાં આવી રહ્યા છે.
  • કોમ્યુનિટી કિચન: વિસ્થાપિત પરિવારોને તાજો ખોરાક પૂરો પાડવા માટે મોટા પાયે કોમ્યુનિટી કિચન પણ ચલાવવામાં આવી રહ્યા છે.Community Discussion. ચોખ્ખુ પીવાનું પાણી: પૂરને કારણે જ્યાં પાણી ભરાઈ ગયા છે તેવા ગામોમાં પોર્ટેબલ વોટર ફિલ્ટર્સ લગાવવામાં આવ્યા છે. તેનો હેતુ અસરગ્રસ્તોને પીવાનું પાણી પૂરું પાડવાનો અને દૂષિત પાણીથી થતા રોગોનું જોખમ ઘટાડવાનો છે.
  • ઇમરજન્સી શેલ્ટર કીટ: પૂર સંબંધિત પરિસ્થિતિઓને કારણે ઘર છોડવા મજબુર બનેલા વિસ્થાપિત પરિવારોને ઇમરજન્સી શેલ્ટર કીટ આપવામાં આવી રહી છે. આમાં તાડપત્રી, દોરડું, મચ્છરદાની, ગ્રાઉન્ડશીટ અને પથારી સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે.
  • પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ: એક તરફ પૂર પછી ફેલાતા રોગોને રોકવા માટે જાગૃતિ સત્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ પાણીના સ્ત્રોતોને જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે.
  • સેનિટાઇઝેશન કીટ: પૂરગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા અને સફાઈ માટે જરૂરી વસ્તુઓ ધરાવતા હાઈજીન પેક આપવામાં આવી રહ્યા છે.
  • પશુ સંભાળ: લગભગ 5,000 પશુઓને ખોરાક પૂરો પાડવા માટે લીલા ચારાના 3,000 બંડલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે, દવાઓ અને રસીઓ માટે વેટરનરી કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે.
  • પશુ બચાવ અને વ્યવસ્થાપન: વનતારાની ટીમ વિસ્થાપિત પ્રાણીઓને બચાવવા અને સારવાર આપવા માટે કામ કરી રહી છે. ઉપરાંત, મૃત પ્રાણીઓનો આદરપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યો છે જેથી રોગો ન ફેલાય.

Livestock Vaccine.

નેટવર્ક કનેક્ટિવિટી:

જિયોની ટીમોએ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે કામ કરીને નેટવર્ક સેવાઓ પુનઃસ્થાપિત કરી છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી જાળવી શકાય.

રિલાયન્સ રિટેલ પણ આ રાહત કાર્યમાં ફાળો આપી રહ્યું છે. કંપનીએ 21 આવશ્યક વસ્તુઓમાંથી બનાવેલ રાશન અને સેનિટેશન કીટ મોકલી છે. આ સ્થાનિક પંચાયતો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડવામાં આવી રહી છે.

રિલાયન્સ ફાઉન્ડેશને ભાર મૂક્યો હતો કે પંજાબ માટે તેના રાહત પ્રયાસો ફક્ત કટોકટીની મદદ સુધી મર્યાદિત નથી. તેની ટીમો રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પૂરગ્રસ્ત સમુદાયોને સ્થિરતા પ્રદાન કરવા, આવશ્યક સેવાઓ ફરીથી શરૂ કરવા અને પુનર્વસન અને લાંબા ગાળાના પુનઃપ્રાપ્તિ કાર્યમાં મદદ કરવા માટે સતત કાર્ય કરી રહી છે.

જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">