તજિંદર બગ્ગાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટની રાહત, મોહાલી કોર્ટના ધરપકડ વોરંટ પર 10 મે સુધી સ્ટે

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તજિન્દર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ જાહેર કરાયેલ ધરપકડ વોરંટ પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટ રોક લગાવી દીધી છે.

તજિંદર બગ્ગાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટની રાહત, મોહાલી કોર્ટના ધરપકડ વોરંટ પર 10 મે સુધી સ્ટે
Tajinder Pal Singh Bagga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 6:28 AM

મોહાલીની એક કોર્ટે ભાજપ યુવા મોરચાના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga) વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. બગ્ગા શનિવારે મોડી રાત્રે તેના ધરપકડ વોરંટ વિરુદ્ધ પંજાબ-હરિયાણા હાઈકોર્ટ (Punjab High Court) પહોંચ્યા હતા. હાઈકોર્ટે તાજિંદર બગ્ગાની ધરપકડ પર આગામી 10 મે સુધી રોક લગાવી દીધી છે. હકીકતમાં, ભાજપના નેતાએ આ કેસમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. આ પછી ધરપકડ વોરંટ વિરુદ્ધ સુનાવણી શરૂ થઈ. આ સુનાવણી જસ્ટિસ અનૂપ ચિટકારાના ઘરે થઈ હતી. વાસ્તવમાં, મોહાલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) રવતેશ ઇન્દ્રજીત સિંહની કોર્ટે ભાજપના નેતા (BJP leader) બગ્ગા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું અને પોલીસને તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.

બગ્ગાની ધરપકડ અને પછી તેમની મુક્તિ પછી, ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે રાજકીય આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. બગ્ગા, જે શનિવારે વહેલી સવારે તેમના જનકપુરી નિવાસસ્થાને પાછા ફર્યા, તેમણે AAP અને AAP વડા અરવિંદ કેજરીવાલ સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે પંજાબમાં પોલીસ દ્વારા રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો. બગ્ગાએ કહ્યું કે, મારી વિરુદ્ધ એક એફઆઈઆર નોંધવામાં આવે કે 100 એફઆઈઆર, હું કેજરીવાલ દ્વારા ગુરુ ગ્રંથ સાહિબના અપમાન અને કાશ્મીરી પંડિતોના અપમાનનો મુદ્દો ઉઠાવતો રહીશ. તેમણે કહ્યું કે, મારા પર હુમલો કરવામાં આવી રહ્યો છે કારણ કે મેં AAP અને તેના મુખ્ય પદાધિકારી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મારો અવાજ ઉઠાવ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દિલ્લી પોલીસ હરિયાણાથી રાજધાની પરત લાવી હતી

પંજાબ પોલીસે શુક્રવારે સવારે દિલ્લીના જનકપુરી નિવાસસ્થાનથી ભાજપના નેતાની એપ્રિલમાં મોહાલીના એક પોલીસ સ્ટેશનમાં બગ્ગા વિરુદ્ધ નોંધાયેલા ભડકાઉ ભાષણ, દુશ્મનાવટ અને ગુનાહિત ધમકીના સંબંધમાં ધરપકડ કરી હતી. પોલીસ તેને રોડ માર્ગે પંજાબ લઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં તેને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં અટકાવ્યો અને થોડા કલાકો બાદ દિલ્લી પોલીસ બગ્ગાને પરત લઈ આવી. દિલ્લી પોલીસે બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહની ફરિયાદ પર અપહરણનો કેસ નોંધ્યો હતો. બાદમાં દિલ્લી પોલીસ દ્વારા બગ્ગાને રાષ્ટ્રીય રાજધાનીમાં લાવવામાં આવ્યો હતો, જેને દ્વારકા કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતાં પહેલાં તબીબી તપાસ માટે DDU હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

AAPએ કહ્યું- ભાજપ ‘ગુંડાઓને બચાવવામાં વ્યસ્ત છે’

રાષ્ટ્રીય લઘુમતી આયોગે પંજાબ પોલીસ દ્વારા બગ્ગાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને પાઘડી પહેરવાની મંજૂરી ન આપવા અંગે રાજ્ય સરકાર પાસેથી સાત દિવસમાં વાસ્તવિક અહેવાલ માંગ્યો છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે સમગ્ર ભાજપ અને તેની સરકારો તેમના ગુંડાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, જેણે પંજાબમાં ભાઈચારાની વિરુદ્ધ વાત કરી હતી અને રમખાણો ભડક્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “સમગ્ર ભાજપ અને તેમની સરકારો તેમના એક ગુંડાને બચાવવા માટે વ્યસ્ત છે જેણે પંજાબના ભાઈચારાની વિરુદ્ધ વાત કરી અને રમખાણો ભડક્યા. આ લોકો ક્યારેય ભૂલથી પણ શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી અને બેરોજગારીની વાત કરતા નથી.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">