AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Politician Love Story: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મલ્હોત્રામાંથી કેવી રીતે બન્યા ઈરાની, ઝુબીન સાથેની લવ લાઈફમાં કેવા આવ્યા ઉતાર-ચડાવ

Smriti Irani Love Story: ટીવી કલાકાર અને 'સાસ ભી કભી બહુ થી'  સિરિયલના 'તુલસી'ના પાત્રથી દરેક પરિવારોમાં પોતાની એક આગવી ઓળખ બનાવનાર સ્મૃતિ ઈરાનીની લવ-લાઈફ ઘણી કોન્ટ્રોવર્સીથી ભરેલી રહી છે.જો કે બહુ ઓછા લોકો જાણે છે કે સ્મૃતિ ઈરાનીની લગ્ન પહેલાની સરનેમ મલ્હોત્રા હતી અને ઝુબિન ઈરાની સાથેના લગ્ન બાદ તેઓ સ્મૃતિ ઈરાની બન્યા છે. સ્મૃતિ ઈરાનીની લવ સ્ટોરી પણ કંઈ આસાન ન હતી, તેને પણ અનેક ઉતારચડાવનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તે જેને પ્રેમ કરતી હતી તે ઝુબિન અગાઉથી પરિણીત હતા. વાંચો સ્મૃતિની લવસ્ટોરી કેવી રીતે લગ્ન સુધી પહોંચી અને ક્યાં ક્યાં હર્ડલ્સનો આ કપલે સામનો કર્યો.

Politician Love Story: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મલ્હોત્રામાંથી કેવી રીતે બન્યા ઈરાની, ઝુબીન સાથેની લવ લાઈફમાં કેવા આવ્યા ઉતાર-ચડાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 6:44 PM
Share

Smriti Irani Love Story: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 46 વર્ષના છે. રાહુલ ગાંધી 51 વર્ષના છે. રાહુલના પરિવારમાં ત્રણ લોકો પીએમ પદ પર રહ્યા અને 2004થી 2014 સુધી તેમના માતા સોનિયા ગાંધી કેન્દ્રમાં સત્તામાં રહ્યા. સ્મૃતિ ઈરાનીનો સંઘર્ષ તેના બાળપણથી જ શરૂ થઈ ગયો હતો આજે સ્મૃતિ ઈરાની જે મુકામ પર પહોંચ્યા છે તેની પાછળ તેની મહેનત અને ઝઝુમતા રહેવાની લગન કારણભૂત છે.

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હતી, એ જ અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 2019માં ધોબી પછાડ આપી હરાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ ટીવીના નાના પડદેથી પોતાની કેરિયરની શરૂઆત કરી. ફેમિલી મેલોડ્રામાવાળી ધારાવાહિકમાં કામ કર્યુ. જો કે સ્મૃતિએ નાટકીય વળાંકોવાળી સિરિયલમાં કામ કર્યુ તેનાથી અનેકગણા વળાંક તેમની અસલી જિંદગીમાં પણ આવ્યા હતા.

મોડેલિંગથી કરિયરની શરૂઆત કરનાર સ્મૃતિએ તુલસીના પાત્રથી લોકોના દિલો પર રાજ કર્યુ

દિલ્હીમાં જન્મેલી સ્મૃતિ ઈરાની બે બહેનોમાં બહુ મહત્વાકાંક્ષી ન હતી. જો કે તેમની કિસ્મતમાં કંઈક જૂદુ જ લખાયેલુ હતુ. 16 વર્ષની ઉંમરે સ્મૃતિ ઈરાનીને નાટકોમાં ભાગ લેવામાં રસ વધતો ગયો અને તે પોતાના સપનાને નવી ઉડાન આપવા માટે માયાનગરી મુંબઈમાં આવી ગઈ. બહુ જલ્દી તે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પણ સિલેક્ટ થઈ ગઈ અને ટોપ 5માં સ્થાન બનાવવામાં સફળ રહી. અહીંથી જ તેમની મોડેલિંગમાં કેરિયરની શરૂઆત થઈ.

સ્મૃતિ ઈરાનીએ તેના એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેમણે 1998માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ઘરે કોઈને જાણ કર્યા વિના જ ભાગ લીધો હતો. સ્મૃતિ એ વિશે જણાવે છે કે  હું દેખાવમાં એવી ખાસ સુંદર ન હતી અને જ્યારે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ માટે મને શોર્ટ લિસ્ટ કરવામાં આવી તો હું ખુદ હૈરાન હતી. મુંબઈમાં રહેવાનુ-જમવાનુ, ટેક્સી ભાડા સહિત બધુ જ બહું મોંઘુ હતુ, મુંબઈમાં સર્વાઈવ કરવામાં ઘણી મુશ્કેલી હતી અને બીજી તરફ કમનસીબે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઈનલમાં મારુ સિલેક્શન પણ ન થયુ.

પોતાની મિત્રના પતિને દિલ દઈ બેઠી સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ સીરિયલ ‘સાસ ભી કભી બહુ થી’ દ્વારા દર્શકોના દિલ પર રાજ કર્યું છે. એક્ટિંગ છોડીને સ્મૃતિ ઈરાની હવે રાજકારણમાં પોતાનું નામ બનાવ્યુ છે. બહુ ઓછા લોકો સ્મૃતિ ઈરાનીની અંગત જીવન વિશે જાણે છે. તેના પતિ કોણ છે? તેમના પરિવારમાં કોણ કોણ છે? આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. સ્મૃતિએ ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નથી તેમના બે સંતાનો છે. ઝુબિન ઈરાની એક પારસી બિઝનેસમેન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઝુબીન ઈરાની પહેલાથી જ પરિણીત હતા. ઝુબિન ઈરાની સ્મૃતિ ઈરાનીના મિત્રના પતિ રહી ચૂક્યા છે. સ્મૃતિ ઈરાનીએ પોતાનું દિલ તેના મિત્રના પતિને આપી દીધું હતું. સ્મૃતિ ઈરાની તેના મિત્ર દ્વારા ઝુબિન ઈરાનીને મળી હતી. થોડા સમયમાં જ સ્મૃતિ ઈરાની અને ઝુબીન સારા મિત્રો બની ગયા. 1998માં સ્મૃતિ ઈરાનીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જોકે, સ્મૃતિ ઈરાની મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતી શકી ન હતી. મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ગયા પછી સ્મૃતિ ઈરાનીએ એક્ટિંગ માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન જ સ્મૃતિ ઈરાની ઝુબિન ઈરાનીને મળી હતી.

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ હિટ થયા બાદ સ્મૃતિ ઈરાનીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો

એક સમય એવો આવ્યો જ્યારે સ્મૃતિ ઈરાની અને ઝુબિન ઈરાની દરરોજ એકબીજાને મળવા લાગ્યા. સ્મૃતિ ઈરાની અને ઝુબીન ઈરાની વચ્ચે ઘણી વાતો થતી હતી. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાનીને ઝુબિન ઈરાનીની સલાહ લેવાનું પણ પસંદ હતું. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ હિટ થયા બાદ સ્મૃતિ ઈરાનીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સ્મૃતિ ઈરાનીએ તેના પરિવારને તેના અને ઝુબીન ઈરાનીના સંબંધો વિશે જણાવ્યું. ઝુબીન ઈરાનીએ પણ તેની માતા દ્વારા સ્મૃતિ ઈરાનીના ઘરે મોકલીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

પોતાના એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે તેના પરિવારને ઝુબીન ઈરાનીના પરિવારને આ સંબંધથી કોઈ વાંધો નહોતો. પરિવારની મંજુરી મળ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. સ્મૃતિ ઈરાની પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2001માં સ્મૃતિ ઈરાનીએ ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા.

ઝુબિને સ્મૃતિ સાથે લગ્ન કરવા પહેલી પત્ની મોનાને આપ્યા તલાક

થોડા સમય સાથે રહ્યા બાદ ઝુબિને મોનાથી તલાક લઈ લીધા હતા. સૂત્રોનો દાવો છે કે તેમના તલાકનું કારણ સ્મૃતિ સાથેના તેમના સંબંધો હતા. મોના લગ્ન પહેલા પણ સ્મૃતિની મિત્ર હતી અને આજે પણ તે બંને વચ્ચે મજબુત બોન્ડિંગ જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અવારનવાર મોના સાથેની તેમની તસ્વીરો શેર કરતી રહે છે. સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે હું ઝુબિનને મેળવીને મારી જાતને નસીબદાર માનું છુ.

અમુક લોકોને એ જ વાતની નવાઈ લાગે છે કે ઝુબિનના તલાક થઈ ગયા બાદ પણ મારા લગ્ન આટલા સફળ કેમ છે? હું ઝુબિનની એક્સ વાઈફ મોના અને તેમની દીકરી શાનેલની પણ સારી મિત્ર છું. તે બંને વચ્ચેના મતભેદોથી મને કોઈ લેવાદેવા નથી. મારો મતલબ માત્ર ઝુબિન અને મારા બંને બાળકોથી છે અને હું તેમને બેસ્ટ આપવા માગુ છુ.

આ પણ વાંચો: Sachin Tendulkar Love Story: અંજલિને પહેલીવાર ઍરપોર્ટ પર જોતા જ સચિન થયા હતા ક્લિનબોલ્ડ, વાંચો માસ્ટરબ્લાસ્ટર અને ડૉક્ટરની રસપ્રદ લવસ્ટોરી

મોડલિંગથી કેરિયરની શરૂઆત કરનાર સ્મૃતિ હાલ એક સફળ રાજકારણી બની ચુક્યા છે

જે વર્ષે સ્મૃતિના લગ્ન થયા એ જ વર્ષે 2001માં સ્મૃતિએ તેના પહેલા સંતાન જોહરને જન્મ આપ્યો. જ્યારે 2003માં બેબી ગર્લ જોઈશનો જન્મ થયો. સ્મૃ઼તિ ઈરાની અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના પરિવારની તસ્વીરો શેર કરતી રહે છે. એક મશહુર મોડેલ,એક્ટ્રેસ અને રાજનેતા તરીકે પોતાની ઓળખ બનાવવામાં સ્મૃતિને ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. એક ઈવન્ટ દરમિયાન સ્મૃતિએ તેમના એક્ટિંગ કેરિયરની મુશ્કેલીઓ શેર કરતા જણાવ્યુ હતુ કે બેબીને જન્મ આપ્યાના બે દિવસ બાદ જ તે શુટિંગ પર પરત ફરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">