Sachin Tendulkar Love Story: અંજલિને પહેલીવાર ઍરપોર્ટ પર જોતા જ સચિન થયા હતા ક્લિનબોલ્ડ, વાંચો માસ્ટરબ્લાસ્ટર અને ડૉક્ટરની રસપ્રદ લવસ્ટોરી
Sachin Tendulkar Love Story: સચિન તેંડુલકર અને અંજલિ વચ્ચે સૌપ્રથમ મુલાકાત ઍરપોર્ટ પર થઈ હતી. સચિન ખુદ આ વાતનો એકરાર કરી ચુક્યા છે કે અંજલિ માટેનો તેમનો પ્રેમ લવ એટ ફર્સ્ટ સાઈટવાળો હતો. પ્રથમવાર જોતા જ તેઓ અંજલિના પ્રેમમાં પડી ગયા હતા.
Sachin Tendulkar Love Story: ભારતીય ક્રિકેટ જગતના મહાન ક્રિકેટર અને ખેલ જગતમાં ક્રિકેટના ભગવાનના બિરુદથી જેમને નવાજવામાં આવ્યા હતા એ સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની લવ સ્ટોરી પણ એવી જ રસપ્રદ છે. સચિને માત્ર 16 વર્ષની ઉમરથી જ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ અને ત્રીસ વર્ષથી વધુ સમય ક્રિકેટના મેદાન પર વિતાવ્યો. આ દરમિયાન અનેક રેકોર્ડ પણ તેમણે પોતાના નામે કર્યા. રાઈટ હેન્ડ ક્રિકેટર સચિને તેની કરિયરની ઘણી લાંબી ઈનિંગ રમી.
સચિનની જેટલી ચર્ચા ક્રિકેટના મેદાનમાં થાય છએ એટલી જ ચર્ચા તેમની લવ લાઈફને લઈને પણ થાય છે. પોતાનાથી 6 વર્ષ મોટી ડૉક્ટર અંજલિ અને સચિનની લવ સ્ટોરી ઘણી રોમેન્ટિક છે. આજે અમે આપને માસ્ટર બ્લાસ્ટર સચિન અને અંજલિની લવસ્ટોરીના કેટલાક રસપ્રદ કિસ્સા જણાવશું.
પ્રથમ મુલાકાત
સચિન અને અંજલિની પ્રથમ મુલાકાત ઍરપોર્ટ પર થઈ હતી. ત્યારે સચિન તેમના ઈંગ્લેન્ડના પ્રવાસથી પરત આવ્યા હતા અને અંજલિ તેમની માતાને રિસિવ કરવા માટે ઍરપોર્ટ ગઈ હતી. પહેલી મુલાકાતમાં જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
અંજલિ મેડિકલની સ્ટુડેન્ટ હતી. ભણવામાં એકદમ તેજસ્વી અંજલિને ક્રિકેટ વિશે ખાસ કોઈ જાણકારી ન હતી. સચિનને મળ્યા બાદ અંજલિએ ક્રિકેટ વિશે વાંચવાનું શરૂ કર્યુ. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો અને લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
ઓળખ છુપાવીને મળતા હતા સચિન
સચિન અને અંજલિ માટે એકબીજાને મળવુ ઘણુ મુશ્કેલ હતુ. અંજલિએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે જ્યારે તે સચિનને મળવા જતી હતી ત્યારે તેને હંમેશા એ વાતનો ડર સતાવતો કે કોઈ તેમને ઓળખઈ ન લે, કારણ કે કોઈ જાણી જાય કે સચિન તેંડુકલકર છે તો તેમને માટે ઘણુ મુશ્કેલ થઈ જાય.
સચિને અંજલિ માટે પરિવાર સામે ખોટુ બોલ્યા હતા
સચિન અંજલિને તેમના પરિવારે મળાવવા માટે ખોટુ બોલ્યા હતા. ખરેખર સચિન અંજલિને તેમના પરિવારને મળાવવામાં અચકાતા હતા. મૂંજવણ અનુભવી રહ્યા હતા. જેની કારણે અંજલિને તેમણે પત્રકાર બનાવી પોતાના પરિવાર સાથે મળાવી હતી.