AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-અમેરિકા શાંતિ કરારથી ભારતને ફાયદો થશે, જેનાથી તેની અર્થવ્યવસ્થામાં વધારો થશે!

યુએસ-ઈરાન શાંતિ કરારથી ભારતને નોંધપાત્ર આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. તેલના ભાવમાં ઘટાડો, મજબૂત રૂપિયો, ઓછું આયાત બિલ અને પશ્ચિમ એશિયા સાથે સુધારેલ વ્યાપારિક વાતાવરણથી તેના અર્થતંત્રને વેગ આપી શકે છે.

Breaking News : ઈરાન-અમેરિકા શાંતિ કરારથી ભારતને ફાયદો થશે, જેનાથી તેની અર્થવ્યવસ્થામાં વધારો થશે!
| Updated on: Jun 16, 2026 | 7:33 AM
Share

3 મહિનાથી વધારે સમય સુધી ચાલેલા આ યુદ્ધ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાતથી ભારતની અર્થવ્યવસ્થાને મોટી રાહત મળવાની આશા છે. આનાથી એનર્જીના ખર્ચમાં ઘટાડો થશે, વેપારની સ્થિતિમાં સુધારો થશે અને પશ્ચિમ એશિયામાં નિકાસમાં વધારો થશે. જો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો, આ કરાર ભારતના આયાત બિલ પર દબાણ ઘટાડશે, ફુગાવાની ચિંતાઓ દૂર કરશે અને આર્થિક વિકાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવશે તેવી અપેક્ષા છે.

આ શાંતિ કરાર 19 જૂનના રોજ જિનેવામાં સાઈન કરવામાં આવશે. અમેરિકા અને ઈરાન પોતાના 107 દિવસ જૂના ટકરાવને પૂર્ણ કરવા માટે સંમંત થયા છે. આ ટકરાવે ગ્લોબલ એનર્જી સપ્લાઈમાં અડચણ નાંખ્યું હતુ. ક્રૂડ ઓઈલની કીંમતોને 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચાડ્યું હતુ. તેમજ વેસ્ટ એશિયામાં મોટા રીઝનલ સંકટની ચિંતાઓ વધારી દીધી હતી.

ભારતની એનર્જી નિર્ભરતા માટે રાહતની આશા

ઈકોનોમિક થિંક ટૈક GTRI મુજબ ભારત માટે જે ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલઅએનજી સપ્લાઈ માટે વેસ્ટ એશિયા પર નિર્ભર છે. આ કરાર એનર્જીની વધતી કિંમતો, રુપિયા પર દબાવ અને ટકરાવ દરમિયાન મોંઘવારીને રાહત અપાવી શકે છે. પીટીઆઈએ GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવને ટાંકીને જણાવ્યું હતું કે ,આ કરાર ભારતને તાત્કાલિક આર્થિક રાહત આપે છે કારણ કે સંધર્ષે પશ્ચિમ એશિયા પર ભારતની નિર્ભરતા છતી કરી છે, જ્યાંથી તે તેની લગભગ 50 ટકા ક્રૂડ ઓઇલ આયાત, લગભગ 70 ટકા LPG પુરવઠો અને લગભગ 90 ટકા LNG આયાતનો સ્ત્રોત મેળવે છે.

સંઘર્ષ દરમિયાન, ગલ્ફમાંથી શિપિંગમાં વિક્ષેપોને કારણે ભારતના ઉર્જા આયાત ખર્ચમાં વધારો થયો, ફુગાવાના દબાણમાં વધારો થયો, રૂપિયો નબળો પડ્યો અને રિફાઇનર્સને દૂરના બજારોમાંથી પુરવઠો મેળવવાની ફરજ પડી.

ભારતનો ગલ્ફ દેશો સાથેનો વેપાર

GCC દેશોમાં ભારતની મુખ્ય નિકાસમાં એન્જિનિયરિંગ માલ, શુદ્ધ પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, અનાજ, ચોખા, માંસ, સીફૂડ, રત્નો અને ઘરેણાં, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને મશીનરીનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાંથી મુખ્ય આયાતમાં ક્રૂડ તેલ, LNG, LPG, પેટ્રોકેમિકલ્સ, ખાતરો, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ અને અન્ય ખનિજ ઇંધણનો સમાવેશ થાય છે.તેલના ભાવમાં ઘટાડાથી ભારતના આયાત બિલ પર દબાણ ઓછું થયું, જેના કારણે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અહી ક્લિક કરો

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">