રક્ષા મંત્રી રાજનાથ સિંહની Tv9 સાથે ખાસ વાતચીત, કહ્યું POK ને કબજે કરવાની જરૂર નથી.. જાતે જ આવી જશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક વર્ષ પહેલા POKને લઈને ભવિષ્યવાણી કરી હતી કે POK પોતે જ દેશમાં વિલીનીકરણની માગ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે આ મામલે વધારે કરવાની જરૂર નથી. દેશનો કોઈ ચોક્કસ વિસ્તાર તેના પર કબજો કરીને હસ્તગત કરવાનો ઈરાદો નથી. POK આપો આપ જ આવી જશે.

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે TV9 નેટવર્ક સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યુ કે PoK પર હુમલો કરવાની કોઈ જરૂર નથી. રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે તેમણે એક વર્ષ અગાઉ આ બાબતે આગાહી કરી હતી.
તેમણે કહ્યું કે અમે એક વર્ષ પહેલા શ્રીનગર ગયા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાન પર હુમલો કરવાની કે POK પર કબજો કરવાની જરૂર નથી. POK પોતે જ માંગણી કરશે. POK થી માંગ કરવામાં આવી રહી છે. પહેલા પણ POK 70 થી 75 વર્ષ પહેલા અમારી સાથે હતો. હવે તે પોતાની મેળે આવશે. આજે વિલીનીકરણની માંગ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતને વધુ કઈ કરવાની જરૂર નથી. પાકિસ્તાન સરકાર જે રીતે તેની અવગણના કરી રહી છે તે રીતે આપમેળે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે, પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે અમારો કોઈ ચોક્કસ વિસ્તાર તેના પર કબજો કરીને હસ્તગત કરવાનો ઈરાદો નથી.
આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એન્કાઉન્ટરને લઈને પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાને તેની ગતિવિધિઓથી દૂર રહેવું જોઈએ. કાશ્મીરમાં સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
પાકિસ્તાને પોતાની હરકતોથી દૂર રહે – રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નહીં તો કાલે પાકિસ્તાને આવી ગતિવિધિઓથી દૂર રહેવું પડશે. આપણી સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મને વિશ્વાસ છે કે સફળતા જરૂર મળશે. આ બાબતે આજે નહીં પણ કાલે સફળતા મળશે. મહત્વનુ છે કે વિડંબના એ છે કે છૂટાછવાયા બનાવો બને છે. પરંતુ આપણા સૈનિકો ખૂબ જ સતર્કતા સાથે પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે કાશ્મીરમાં તાજેતરના વધી રહેલા હુમલા વચ્ચે હમાસ અને લશ્કર-એ-તૈયબા વચ્ચે સમન્વયની શક્યતા નકારી શકાય તેમ નથી, પરંતુ જ્યારથી પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેથી હવે સમગ્ર વિશ્વ સમુદાયે આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે.
ભારત ઈઝરાયલની સાથે છે – રાજનાથ સિંહ
રાજનાથ સિંહને પ્રાશ કરવામાં આવ્યો હતો કે, શું ઈઝરાયેલ અને રશિયા વચ્ચેના યુદ્ધથી ભારતીય સંરક્ષણ પ્રણાલી પર અસર થશે? આ અંગે તેમણે જણાવ્યુ કે યુદ્ધને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. આજે ઈઝરાયેલ આતંકવાદ સામે લડી રહ્યું છે, તો ભારત ઈઝરાયેલની સાથે સંપૂર્ણ રીતે ઊભું છે, પરંતુ તેણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે નિર્દોષ લોકોનો જીવ કોઈપણ રીતે ન જાય.
રક્ષા મંત્રીએ કહ્યું કે તમે બધાએ જોયું છે કે પેલેસ્ટાઈનમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અમારી સરકારે તેમને અનેક રીતે મદદ કરી છે. રાજનાથ સિંહને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ભાજપની જીત થઈ રહી છે. તેમજ પાર્ટીને બે તૃતિયાંશ બહુમતી મળશે તે હકીકતને નકારી શકાય તેમ નથી. આ વખતે અમે નક્કી કર્યું હતું કે, અમે મુખ્યમંત્રીનો ચહેરો નહીં આપીએ. બાદમાં ધારાસભ્યો સાથે પરામર્શ કરવામાં આવશે.
રાજનાથે એમપી, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણી વિશે વાત કરી
તે જ સમયે, તેમણે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે વિશે કહ્યું કે તેઓ એક મજબૂત નેતા છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ચૂંટણીમાં વ્યસ્ત છે. રાજનાથ સિંહે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણી પર પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે એમપીમાં એ બિલકુલ સ્પષ્ટ છે કે ત્યાં પણ ભાજપની સરકાર બનશે. તે જ સમયે, હવે અમને વિશ્વાસ છે કે અમે છત્તીસગઢમાં પણ સરકાર બનાવીશું. જ્યાં સુધી તેલંગાણાની વાત છે, ત્યાં પણ અમે સરકાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. આપણે પાછળની બાબતો પર ધ્યાન આપતા નથી.
