ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં આ રીતે બચશે 41 લોકોના જીવ, PMOએ રેસ્ક્યુ માટે બનાવ્યા આ 5 માસ્ટર પ્લાન
ઉત્તરકાશીની નિર્માણાધીન સુરંગની અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન, પીએમઓએ બચાવ કામગીરી માટે 5 માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. આ માસ્ટર પ્લાન પર કામ પણ શરૂ થઈ ગયું છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ દુર્ઘટનાને 7 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધી 41 કામદારો મોત અને જીવન વચ્ચે લડી રહ્યા છે. સુરંગમાં ફસાયેલા કામદારો માટે હજુ પણ આશા છે. ટનલની અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક રેસ્ક્યુ ઓપરેશનમાં મશીનથી કાટમાળ હટાવીને બહાર લાવવામાં આવ્યો હતો, પરંતુ જેટલો કાટમાળ હટાવાયો હતો તેટલો જ તે ટનલમાં પાછો આવી રહ્યો હતો. આ પછી રેસ્ક્યુ ટીમે પ્લાન બી બનાવ્યો હતો.
જ્યારે કાટમાળ હટાવવાની પ્રથમ યોજના નિષ્ફળ ગઈ ત્યારે ટેકનિકલ ટીમ સાથે અર્થ આગર મશીનથી માઈલ સ્ટીલની પાઈપ નાખીને ટનલ બનાવવામાં આવી હતી. અર્થ આગર મશીનને પણ સફળતા મળી નથી. આ પછી રેસ્ક્યુ ટીમે તેનો પ્લાન C તૈયાર કર્યો. પ્લાન A અને Bની નિષ્ફળતા બાદ રેસ્ક્યુ ટીમની આશા પર પાણી ફરી રહ્યું છે તેવુ દેખાઈ રહ્યું હતું.
બચાવ ટીમો સામે મોટો પડકાર
આધુનિક ટેક્નોલોજીથી બનેલું અમેરિકન અર્થ અગર મશીન એરફોર્સના એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના દ્વારા ટનલમાં ડ્રિલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ મશીન પણ 24 મીટર ડ્રિલિંગ પછી તેને કામ કરવાનું બંધ કરી દીધુ હતું. બચાવ ટુકડીઓ સામે ફરી એકવાર પડકાર ઉભો થયો. આ પછી પીએમઓએ સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાની કાર્યવાહી શરૂ કરી.
અન્ય રસ્તાઓ દ્વારા કરવામાં આવે રેસ્ક્યૂ
પીએમઓના વરિષ્ઠ અધિકારી ભાસ્કર ખુલબેએ કહ્યું કે તમામ નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી છે. દરેકનો એક જ ઉદ્દેશ્ય છે ટનલમાં ફસાયેલા 41 મજૂરોને વહેલી તકે કેવી રીતે બહાર કાઢવા. તમામ બચાવ ટુકડીઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ નિષ્ણાતોનો એક જ અભિપ્રાય છે કે એક માર્ગ પરથી બચાવ કરવાને બદલે અન્ય માર્ગો પર પણ બચાવ કાર્ય શરૂ કરવું જોઈએ. બચાવ કાર્યમાં લાગેલી વિવિધ ટીમો આ માટે સંમત થઈ ચુકી છે.
PMOએ આ 5 માસ્ટર પ્લાન બનાવ્યા
ભાસ્કર ખુલ્બેએ જણાવ્યું હતું કે સિલ્ક્યારા દ્વારા પ્રથમ દિવસથી જ બચાવની યોજના ચાલી રહી છે. બીજું, હવે બરકોટ બાજુથી બચાવ શરૂ થયું છે. ત્રીજી યોજના એ છે કે આ બધાની સાથે રેસ્ક્યુ પણ વર્ટિકલ રીતે (પર્વત) દ્વારા કરવામાં આવશે.
પીએમઓની ચોથી અને પાંચમી યોજના એ છે કે તેમની સાથે બંને બાજુથી લંબરૂપ ટનલ બનાવવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આમાંથી કેટલાક પર કામ શરૂ થઈ ગયું છે. આમાંની એક યોજના પહેલાથી જ અમલમાં આવી હતી. બીજાને પણ એક્જીક્યૂટ કરવામાં આવી છે.
આ એજન્સીઓ કરી રહી છે કામ
બચાવ કામગીરીમાં પીએમઓ દ્વારા જે એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. તેઓ છે ONGC, RVNL, જલ વિકાસ નિગમ લિમિટેડ, બોર્ડર્સ રોડ ઓર્ગેનાઈઝેશન, સ્ટેટ PWD અને NHIDCL છે. આ સાથે NDRF, SDRF, સ્થાનિક પોલીસ પ્રશાસન, જિલ્લા વહીવટીતંત્ર પણ આ બચાવ કાર્યમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે.
જ્યારે અલગ-અલગ ટેક્નોલોજીના મશીનો બચાવ કામગીરીમાં નિષ્ફળ સાબિત થયા ત્યારે અગર મશીનને ઈન્દોરથી એર લિફ્ટ દ્વારા લાવવામાં આવ્યું હતું. તે સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ મશીન આગામી થોડા કલાકોમાં તેનું કામ શરૂ કરશે. આ સાથે પીએમઓએ તેના અન્ય વિકલ્પો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.