PM Narendra Modi on Manipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મણીપુર હિંસા મુદ્દે મોટુ નિવેદન, શાંતિનો સુરજ જલ્દી ઉગશે અને શાંતી સ્થપાશે

|

Aug 10, 2023 | 7:03 PM

મણિપુરની સમસ્યા માટે રસ્તો શોધવો જોઈએ પણ એમ ના કરીને તેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. મણિપુર મુદ્દે અદાલતનો એક ચુકાદો આવ્યો. તેને લઈને જે સ્થિતિ બની. અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા. મણિપુરમાં મહિલા સાથે ખરાબ ઘટનાઓ બની. પણ હુ દેશવાસીને વિશ્વાસ આપવા માગુ છુ કે મણિપુરમાં શાંતિનો સુરજ ઉગશે.

PM Narendra Modi on Manipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મણીપુર હિંસા મુદ્દે મોટુ નિવેદન, શાંતિનો સુરજ જલ્દી ઉગશે અને શાંતી સ્થપાશે
Prime Minister Narendra Modi's big statement on Manipur violence, the sun of peace will rise soon

Follow us on

મણિપુરની સમસ્યા માટે રસ્તો શોધવો જોઈએ પણ એમ ના કરીને તેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. મણિપુર મુદ્દે અદાલતનો એક ચુકાદો આવ્યો. તેને લઈને જે સ્થિતિ બની. અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા. મણિપુરમાં મહિલા સાથે ખરાબ ઘટનાઓ બની. પણ હુ દેશવાસીને વિશ્વાસ આપવા માગુ છુ કે મણિપુરમાં શાંતિનો સુરજ ઉગશે.

વિપક્ષના વોકઆઉટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણીપુર હિંસા પર આ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે શાંતિની સ્થાપના જલ્દી થઈ જશે. દેશની અને મણિપુરના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છુ કે, વિકાસ થશે. પ્રયાસમાં કોઈ કચાશ નહી રખાય. મા ભારતી માટે ગૃહમાં જે કાઈ કહેવાયુ છે તેનાથી ભારે ઠેસ પહેચી છે. સત્તા વિના જીવવાથી આવી હાલત થઈ જાય. કેવી કેવી ભાષા વાપરે છે. ખબર નથી કેમ કેટલાક લોકો ભારત માતાના મૃત્યુની કામના કરે છે.

ભારત માતાના ટુકડા કરનારા, ભારતને તોડવા માગતા લોકોનુ સમર્થન કરનારા આ લોકો છે. એમના મુખ્યપ્રધાન મને ચીઠ્ઠી લખે છે. કચ્છતિબુ પાછો લઈ આવો. આ એ લોકો છે જેમણે કચ્છતિબુ અન્ય દેશને આપી દિધો. આપનાર બીજા કોઈ નહી પણ ઈન્દિરા ગાંધી હતા. કોંગ્રેસનો ઈતિહાસ ભારતને છિન્નભિન્ન કરવાનો રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

પીએમ મોદીએ મણિપુર હિંસા પર કહ્યું કે હું મણિપુરના લોકોને કહેવા માંગુ છું, માતા, ભાઈઓ, બહેનો કે દેશ તમારી સાથે છે. આ ઘર તમારી સાથે છે. તેમણે કહ્યું કે અમે સાથે મળીને આ પડકારનો ઉકેલ શોધીશું. મણિપુર વિકાસના માર્ગ પર આગળ વધશે.

પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે અહીં તેણે દિલથી વાત કરવાની વાત કરી. તેમના મનની સ્થિતિ દેશે જોઈ હતી. હવે મેં પણ દિલની હાલત જોઈ છે. તેમનો મોદી પ્રત્યેનો પ્રેમ પણ જબરદસ્ત છે. મોદી તેમના સપનામાં પણ દેખાય છે. મોદી ભાષણ આપતી વખતે પાણી પીશે તો છાતી ઉંચી કરીને કહેશે કે જુઓ મોદીને પાણી અપાયું હતું. તેમણે કહ્યું કે જો હું તડકામાં લોકોની વચ્ચે જઈશ તો તેઓ કહેશે કે મોદીને પરસેવો પડાવવામાં આવ્યો.

નોર્થ ઈસ્ટના લોકોની ભાવનાને કોંગ્રેસ ક્યારેય સમજી શક્યું નથી. આ સાધના છે. નોર્થ ઈસ્ટ પ્રતિ સમર્પણ છે. કોંગ્રેસના તમામ કામ રાજનીતિની આસપાસ હોય છે. જ્યા વધુ બેઠકો મળે, રાજકીય ખિચડી પકતી હોય ત્યાં કેન્દ્રીત થાય છે. પરંતુ કોગ્રેસ માટે એક બે બેઠકવાળા વિસ્તારમાં સંવેદના કે વિકાસ નહોતો. તેમના પ્રત્યે સોતેલે વ્યવહાર રહ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે નોર્થ ઈસ્ટના લોકો અમારા જીગરનો ટુકડો છે.

Published On - 6:49 pm, Thu, 10 August 23

Next Article