ચૂંટણી પંચ તરફથી શરદ પવારને મળ્યો મોટો ઝટકો, અજીત પવારની પાર્ટીને ગણાવી અસલી NCP
શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને જ અસલી એનસીપી કરાર આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યુ કે તમામ પુરાવાને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યુ કે અજીત પવાર જૂથને એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન ઉપયોગ કરવાનો અધિકાર છે.
શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને જ અસલી એનસીપી કરાર આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યુ કે તમામ પુરાવાને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યુ કે અજીત પવાર જૂથને એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન ઉપયોગ કરવાનો અધિકાર છે.
6 મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી પછી, ચૂંટણી પંચે NCPના વિવાદનો નિવેડો લાવ્યો છે. અજિત પવારના આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પંચે પિટિશનની તેના નિર્ણયમાં યાચિકાની જાળવણી ક્ષમતાની નિર્ધારિત કસોટીઓનું પાલન કર્યું, જેમાં પક્ષના ઉદ્દેશ્યો અને ઉદ્દેશ્યોની કસોટી, પક્ષના બંધારણની કસોટી અને બહુમતીની કસોટી, સંગઠનાત્મક અને કાયદાકીય બંનેનો સમાવેશ થાય છે.
શરદ પવાર જૂથને સાત ફેબ્રુઆરી સાંજ સુધીમાં નવી પાર્ટી માટે આપવા પડશે ત્રણ નામ
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત ન કરી શક્યો જેના પગલે તેમની તરફેણમાં નિર્ણય ન આવ્યો. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણીપંચની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા શરદ પવાર જૂથે ચૂંટણી સંચાલન નિયમ 1961ના નિયમ 39AAનું પાલન કરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તેમને 7 ફેબ્રુઆરી સાંજ સુધીમાં નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવાનું કહેવામાં આવ્યુ છે.
અજીત પવાર જૂથ માટે અનેક વકીલોએ તેમની દલીલો રજૂ કરી હતી. જેમા મુકુલ રોહતગી, નીરજ કૌલ, અભિકલ્પ પ્રતાપસિંહ (એડવોકેટ ઓન રેકોર્ડ) સહિત શ્રીરંગ વર્મા, દેવાંશી સિંહ, આદિત્ય કૃષ્ણા અને યામિની સિંહ સામેલ છે.
ગત વર્ષે અજીતની બગાવતને કારણે પાર્ટીના બે ફાડીયા થઈ ગયા
આપને જણાવી દઈએ કે ગત વર્ષે અજીત પવારે બગાવત કરતા એનસીપીના બે ભાગ પડી ગયા. તેમણે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને સમર્થન કરતા અજીત સહિત અનેક ધારાસભ્યો શિંદેની સરકારમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ અજીત પવારે એનસીપી પર પોતાના અધિકારનો દાવો કર્યો હતો અને તેમના જૂથને અસલી એનસીપી ગણાવી હતી. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે પણ અજીત જૂથને અસલી એનસીપી કરાર આપ્યો હતો. આ નિર્ણયને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે ચૂંટણી પંચે અજીત જૂથને અસલી એનસીપી ગણાવતા શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે.
પાર્ટીના ‘અસલી બોસ’ કોણ એ કેવી રીતે નક્કી થાય ?
કોઈપણ પાર્ટીનો ‘અસલી બોસ’ કોણ હશે ? તેનો નિર્ણય મુખ્ય ત્રણ બાબતો પર આધારીત હોય છે. – પ્રથમ એ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યા જૂથ પાસે વધુ છે. -બીજુ એ કે ઓફિસના પદાધિકારી કોની પાસે વધુ છે અને ત્રીજુ એ કે સંપત્તિ કોની પાસે છે. જો કે ક્યાં ગૃપને પાર્ટી ગણવામાં આવશે? તેનો નિર્ણય સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના બહુમતના આધારે થાય છે. જેમકે જેની પાસે વધુ સાંસદ અને વિધાયક હોય છે તેને પાર્ટી માનવામાં આવે છે. એનસીપી અને શિવસેનામાં આ જ આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો