PM મોદીએ શ્રીનગરમાં જનસભા સંબોધિત કર્યા બાદ કરી શોપિંગ, જાણો અહીં શું ખરીદ્યુ?

જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી અને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી. લોકોને સંબોધિત કર્યા બાદ પીએમએ ત્યાંથી શોપિંગ કરવા પહોચ્યાં હતા.

PM મોદીએ શ્રીનગરમાં જનસભા સંબોધિત કર્યા બાદ કરી શોપિંગ, જાણો અહીં શું ખરીદ્યુ?
PM Modi went shopping in Srinagar
Follow Us:
| Updated on: Mar 08, 2024 | 12:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર સમારોહ દરમિયાન રૂ. 6,400 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું અનાવરણ કર્યું હતું. અને કાશ્મીરી નાગરિકોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ બાદ પીએમ ખરીદી કરવા પહોંચી ગયા હતા અને ત્યાંના એક સ્ટોલ પરથી પશ્મિના શાલ ખરીદી અને ત્યાં હાજર મહિલા કારીગર સાથે વાતચીત પણ કરી હતી.

શ્રીનગરમાં પીએમ મોદીએ કરી શોપિંગ

શ્રીનગરમાં સંબોધન પછી પીએમ મોદીએ એક મહિલા કારિગર પાસેથી ત્યાની સ્પેશિયલ શાલ ખરીદી હતી. આ સાથે પીએમ જોડે વાત કરતા મહિલાએ કહ્યું હતુ કે હું અગાઉ ચરખા પર હાથથી સીવીને શાલ બનાવતી હતી, જે હવે આધુનિક ટેક્નોલોજીના કારણે હવે તે કામ સરળ બન્યુ છે. પીએમની શાલની ખરીદીથી અમે ખૂબ જ ખુશ છીએ. તેમજ આધુનિક ચરખાના ફાયદા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આધુનિક ચરખા પર કામ કરવાથી મહિલાઓને કોઈ તકલીફ થતી નથી, જેમ કે પગ અને કમરમાં દુખાવો થતો નથી. તેનાથી સારી આવક પણ થાય છે.

500 મહિલાઓને આપે છે ટ્રેનિંગ

તેણે વધુમાં કહ્યું કે અમારા માટે અહીં કોઈ આધુનિક સ્પિનિંગ વ્હીલ લાવ્યા નથી. હું જે કંપની માટે કામ કરું છું. તેમાં પણ અમે 500 મહિલાઓને તાલીમ આપી છે. હવે આ આધુનિક ચરખા આવ્યા બાદ અમને ઘણો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે પશ્મિના શાલ હાથથી તૈયાર કરવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ જ સુંદર કામ કરવામાં આવે છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ

PMએ 5 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ વિકાસ ભારત વિકાસ જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે લગભગ રૂ. 5,000 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં ‘સ્વદેશ દર્શન’ અને ‘પ્રશાદ’ (તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ એન્હાન્સમેન્ટ ડ્રાઇવ) યોજનાઓ હેઠળ રૂ. 1,400 કરોડથી વધુ મૂલ્યના પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં સંકલિત વિકાસ માટેના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

Latest News Updates

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">