AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોંગ્રેસ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? ખુદ PM મોદીએ જણાવ્યા કારણો, સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર વંશવાદી રાજનીતિ, લોકતંત્ર માટે ખતરનાક ગણાવી. તેમણે "મોદીની કબર ખોદવાની" ભાષા, રાષ્ટ્રીય સુરક્ષાના પગલાં અને સામાન્ય પરિવારના PM બનવા પર કોંગ્રેસના વિરોધની ટીકા કરી.

Breaking News : કોંગ્રેસ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? ખુદ PM મોદીએ જણાવ્યા કારણો, સાંભળો
| Updated on: Feb 05, 2026 | 7:03 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કોંગ્રેસ પર કડક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે પીએમ પદને એક ખાસ પરિવારનું પૈતૃક અધિકાર સમજીને જે રાજકારણ થાય છે, તે દેશના લોકતંત્ર માટે જોખમી છે. વિકાસ અને શાંતિના કામો થતા જોઈને કેટલાક લોકોને અશાંતિ થાય છે અને એ કારણે “મોદીની કબર ખોદવાની” ભાષા વાપરવામાં આવે છે.

માવવાદથી દેશને મુક્ત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે

વડાપ્રધાને જણાવ્યું કે નોર્થ ઈસ્ટમાં બોમ્બ અને બંદૂકની જગ્યાએ શાંતિ અને વિકાસ પહોંચાડવામાં આવ્યા છે. પાકિસ્તાન સામે આતંકવાદને જવાબ આપવા માટે દેશની સુરક્ષા દ્રષ્ટિએ કડક પગલાં લેવામાં આવ્યા, ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો. માવવાદથી દેશને મુક્ત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, તે પણ કેટલાક લોકોને અસ્વસ્થ કરે છે. સિંધુ જળ સંધિ અંગે ભારતના હિતમાં નિર્ણય લેવાયો, ત્યારે પણ સરકાર સામે ભાષા વાપરવામાં આવી.

વારસાગત સંપત્તિ સમજીને વર્તે

મોદીએ કહ્યું કે કોંગ્રેસને સૌથી વધુ પીડા એ વાતની છે કે સામાન્ય પરિવારનો વ્યક્તિ વડાપ્રધાન બન્યો અને સતત જનવિશ્વાસ સાથે પદ પર ટકી રહ્યો. પીએમ પદ કોઈ પરિવારની મિલકત નથી, પરંતુ દેશની જનતાનો વિશ્વાસ છે. છતાં કેટલાક લોકો તેને પોતાની વારસાગત સંપત્તિ સમજીને વર્તે છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના એક નેતા દ્વારા ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ પર પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ શબ્દપ્રયોગ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર શીખ સમુદાયનું અપમાન છે. જે સમુદાયે દેશ માટે બલિદાન આપ્યા છે, તેમની સામે આવી ભાષા વાપરવી યોગ્ય નથી.

વિભાજનની રાજનીતિ કોંગ્રેસને અંદરથી નબળી બનાવી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂપેન હજારીકાને ભારત રત્ન આપવાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જે અસમના લોકો ક્યારેય ભૂલશે નહીં. અહંકાર અને વિભાજનની રાજનીતિ કોંગ્રેસને અંદરથી નબળી બનાવી રહી છે. દેશના નાગરિકોને ગદ્દાર કહેવાની માનસિકતા અંતે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થશે.

લોકસભામાં બોલી ન શક્યા આજે રાજ્યસભામાં બોલ્યા, જાણો શું કહ્યું..

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">