Varanasi: અખિલ ભારતીય શિક્ષણ પરિષદમાં પીએમ મોદીએ, કહ્યું- 21મી સદીના આધુનિક વિચારો સાથે શિક્ષણને જોડીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વારાણસીમાં રુદ્રાક્ષ સંમેલનમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કાશીને મોક્ષની નગરી ગણાવી છે.

Varanasi: અખિલ ભારતીય શિક્ષણ પરિષદમાં પીએમ મોદીએ, કહ્યું- 21મી સદીના આધુનિક વિચારો સાથે શિક્ષણને જોડીશું
PM Narendra Modi
Image Credit source: TV9 Digital
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jul 07, 2022 | 4:13 PM

ઉત્તર પ્રદશ(Uttar Pradesh)ના વારાણસી(માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય અખિલ ભારતીય શિક્ષા સમાગમમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય શિક્ષા સમાગમને સંબોધિત કરતા પીએમ મોદી(Narendra Modi)એ કહ્યું કે આ કાર્યક્રમ તે જમીન પર આયોજિત કરવામાં આવી રહ્યો છે જ્યાં આઝાદી પહેલા દેશની મહત્વની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાછળનો મૂળભૂત ઉદ્દેશ્ય શિક્ષણને સંકુચિત વિચાર પ્રક્રિયાના સીમાડામાંથી બહાર લાવવાનો અને તેને 21મી સદીના આધુનિક વિચારો સાથે સાંકળવાનો છે.

શિક્ષણ મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)ના સંયુક્ત ઉપક્રમે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

આઝાદી પછી શિક્ષણ નીતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી

આપણા દેશમાં ક્યારેય બુદ્ધિની કમી રહી નથી. પરંતુ કમનસીબે આપણને એવી વ્યવસ્થા આપવામાં આવી હતી કે શિક્ષણનો અર્થ માત્ર નોકરી જ માનવામાં આવે છે. શિક્ષણમાં આ અવ્યવસ્થા અંગ્રેજોએ ગુલામીના સમયગાળા દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરવા અને પોતાના માટે નોકર વર્ગ તૈયાર કરવા માટે કરી હતી. આપણા શિક્ષકો જેટલી ઝડપથી આ ભાવના આત્મસાત કરશે, તેટલી ઝડપથી વિદ્યાર્થીઓ અને દેશના યુવાનોને ફાયદો થશે. નવા ભારતના નિર્માણ માટે નવી પ્રણાલીઓનું નિર્માણ પણ એટલું જ મહત્વનું છે.

અસુવિધા થાય તો તેની જવાબદારી મારી : PM

ઓલ ઈન્ડિયા એજ્યુકેશન કોન્ફરન્સમાં શિક્ષણવિદોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું કાશીનો સાંસદ છું, તમે મારી કાશીમાં આવ્યા છો, તેથી એક રીતે હું પણ યજમાન છું. તમે બધા સાથે મારા પણ મહેમાન છો, મને ખાતરી છે કે તમને વ્યવસ્થામાં કોઈ અસુવિધાનો સામનો કરવો પડશે નહીં. દરેકે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ જો કોઈ ખામી હશે તો તેની જવાબદારી મારી રહેશે.

રુદ્રાક્ષ બાદ પીએમ સિગરામાં જનસભાને સંબોધશે

પીએમ મોદી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમ બાદ સિગરા સ્ટેડિયમ પહોંચશે. આ દરમિયાન તેઓ બનારસને લગભગ 1800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ આપશે. અહીં તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.

મુક્તિનો એકમાત્ર રસ્તો જ્ઞાન જ છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે કાશીને મોક્ષની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે આપણા દેશમાં જ્ઞાન જ મોક્ષનો એકમાત્ર રસ્તો છે. તેથી જ શિક્ષણ અને સંશોધનનું, અધ્યયન અને સમજણનું મંથન જ્યારે તમામ વિદ્યાનું મુખ્ય કેન્દ્ર કાશીમાં હશે, ત્યારે તેમાંથી નીકળતું અમૃત ચોક્કસ દેશને નવી દિશા આપશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati