PM Narendra Modi: પીએમ મોદીએ તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું, કહ્યુ ટેલીમેડિસિનનો આવશે જમાનો

Tamil Nadu Medical Colleges: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે તમિલનાડુમાં નવી 11 મેડિકલ કોલેજોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે દેશમાં 2014 પછી મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે.

PM Narendra Modi: પીએમ મોદીએ તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું, કહ્યુ ટેલીમેડિસિનનો આવશે જમાનો
Prime Minister Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 5:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુમાં (Tamil Nadu) નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઈમાં (Chennai) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પછી, તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું, ‘2014 પહેલા આપણા દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, હવે આ આંકડો વધીને 596 થઈ ગયો છે. જે લગભગ 54 ટકાનો વધારો દર્શાવે છે. 2014 પહેલા, મેડિકલ ક્ષેત્રે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની 82,000 બેઠકો હતી. પરંતુ આજે આ આંકડો વધીને 1.48 લાખ થયો છે, જે લગભગ 80 ટકાનો વધારો છે.

AIIMS મા વધારો કરાયો પીએમે કહ્યું, ‘ભારત સરકારે મેડિકલ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા છે. આયુષ્માન ભારતને કારણે ગરીબોને ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી આરોગ્યસંભાળ મેળવવાની તક મળી છે. ઘૂંટણના પ્રત્યારોપણ અને સ્ટેન્ટનો ખર્ચ અગાઉની સરખામણીમાં ત્રીજા ભાગનો થઈ ગયો છે. 2014માં દેશમાં માત્ર સાત AIIMS હતી. 2014 પછી AIIMSની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. તેમજ મેડિકલ એજ્યુકેશન સેક્ટરને વધુ પારદર્શક બનાવવા માટે વિવિધ સુધારા કરવામાં આવ્યા છે.

કોવિડ-19 રોગચાળા પર વાત કરી કોરોના વાયરસ અંગે તેમણે કહ્યું, ‘કોવિડ-19 રોગચાળાએ આપણને બતાવ્યું છે કે આરોગ્ય ક્ષેત્ર કેટલું મહત્વપૂર્ણ છે. આવનારુ ભવિષ્ય એવા સમાજનું હશે જે હેલ્થકેરમાં રોકાણ કરે છે. આવનારા સમયમાં ભારત વધુ સારી ગુણવત્તા અને સસ્તા મેડિકલ ખર્ચવાળા દેશ તરીકે ઓળખાશે. મેડિકલ ટુરીઝમના ક્ષેત્રમાં ભારતમાં દરેક જરૂરી ગુણવત્તા છે. હું કહીશ કે તે ડોકટરોની કુશળતા પર આધારિત છે. હું તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ટેલીમેડિસિન તરફ ધ્યાન આપવા અપીલ કરું છું.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પીએમ તમિલ ભાષામાં બોલ્યા વડાપ્રધાને કહ્યું, ‘મને હંમેશા તમિલ ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ પસંદ છે. મારા જીવનની સૌથી ખુશીની ક્ષણોમાંની એક એ હતી જ્યારે મને યુનાઈટેડ નેશન્સ (United Nations) ખાતે વિશ્વની સૌથી જૂની ભાષા તમિલમાં થોડાક શબ્દો બોલવાનો મોકો મળ્યો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તમિલ ભણાવવા માટે ‘સુબ્રમણ્ય ભારતી પીઠ’ સ્થાપવાનું સન્માન પણ અમારી સરકારને મળ્યું છે. મારા સંસદીય મતવિસ્તારમાં સ્થિત છે, તે તમિલ વિશે વધુ ઉત્સુકતા પેદા કરશે. એક ભારત, શ્રેષ્ઠ ભારત ‘વિવિધતામાં એકતાની ભાવના કેળવવા અને આપણા લોકોને નજીક લાવવાનો પ્રયાસ કરે છે’.

આ પણ વાંચોઃ

“ભારત પોતાના સ્વપનોથી પણ યુવા છે”, રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં PM મોદીનુ સંબોધન

આ પણ વાંચોઃ

કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">