કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

ગયા અઠવાડિયે રદ થયેલી મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટ બેઠક આજે બુધવારે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેને નિયંત્રણમાં લેવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોનાને નાથવા સંવાદ :  વડાપ્રધાન  મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ
Maharashtra CM Uddhav Thackeray & PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:18 PM

દેશભરમાં કોરોના સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister)  સાથે વાતચીત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ આ સંવાદમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, 30 મુખ્યમંત્રીઓ આ વીડિયો કોન્ફરન્સિંગમાં હાજરી આપશે.

આજે રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે

આ ઉપરાંત મહારાષ્ટ્ર સાથે જોડાયેલી બીજી મહત્વની વાત એ છે કે, ગત અઠવાડિયે રાજ્યના કેબિનેટની બેઠક (Cabinet Committee) 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના સંક્રમિત થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્ર અને કેન્દ્રના દિગ્ગજ નેતા સાંસદ રામદાસ તડસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ગયા અઠવાડિયે રદ થયેલી રાજ્ય કેબિનેટની  બેઠક આજે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેનાથી નિપટવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઉદ્ધવ ઠાકરે પર અનેક સવાલો

ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને રાજ્યમાં સતત ચર્ચાઓ થઈ રહી છે. સર્વાઇકલ સ્પાઇન સર્જરીને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બહુ સક્રિય નથી. તેથી વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો CM રજા પર છે તો શરદ પવારને સત્તાવાર રીતે ચાર્જ કેમ નથી આપવામાં આવી રહ્યો ?

દેશમાં કોરોના સંબંધિત સ્થિતિ

સમગ્ર દેશમાં ફરી કોરોનાનો (Corona Case) કહેર વધ્યો છે. સોમવારની સરખામણીમાં મંગળવારે 15 ટકાથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 લાખ 94 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 33 હજાર 470 કેસ અને મંગળવારે 34 હજાર 424 કેસ નોંધાયા હતા. અગાઉ મહારાષ્ટ્રનો આંકડો સતત 40 હજારને પાર કરી રહ્યો હતો. મુંબઈમાં પણ સોમવારની સરખામણીએ મંગળવારે 2000 ઓછા કેસ નોંધાયા હતા. ત્યારે હાલ કોરોના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત

g clip-path="url(#clip0_868_265)">