મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !
પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી […]
પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે.
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દિલ્હી-શ્રીનગર અને જમ્મુ-શ્રીનગર વચ્ચે કોઈ પણ આવાગમન માટે અર્ધ સૈનિક દળોના જવાનો હવાઈ મુસાફરી કરશે. કેન્દ્ર સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
આ આદેશનો ઉદ્દેશ પુલવામા આતંકી હુમલા જેવા બનાવોથી અર્ધસૈનિક દળોની સુરક્ષા કરવાનો છે. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલામાં આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાને જમ્મુ-શ્રીનગર હાઈવે પર કાર બૉંબ બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો.
આ ઘટનાથી બોધપાઠ લેતા મોદી સરકારે અર્ધ સૈનિક દળો માટે હવે હવાઈ મુસાફરીને લીલી ઝંડી આપી દીધી છે. આનાથી 7,80,000 અર્ધસૈનિક જવાનોને ફાયદો થશે કે જેમાં કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ અને એએસઆઈથી લઈ તે તમામ કર્મચારીઓ સામેલ છે કે જેમને અત્યાર સુધી હવાઈ યાત્રા કરવાનો અધિકાર નહોતો. આદેશ મુજબ જવાનો ડ્યૂટી દરમિયાન યાત્રા કરવા ઉપરાંત રજા પર શ્રીનગરથી પરત જવા કે પાછા ડ્યૂટી પર આવવા માટે પણ હવાઈ યાત્રા કરી શકશે.
નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયુ હતું કે અર્ધસૈનિક દળોએ ઍર ટ્રાંઝિટની માંગણી કરી હતી, પરંતુ તે મંજૂર નહોતી કરાઈ. જોકે ગૃહ મંત્રાલયે આ અહેવાલોને ફગાવતા કહ્યુ હતું કે CRRPF તરફથી આવી કોઈ માંગણી નહોતી કરાઈ.
[yop_poll id=1660]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]