Parliament: રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:31 PM

આમ આદમી પાર્ટી પંજાબમાંથી ડૉ. સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને પંજાબથી રાજ્યસભામાં નામાંકિત કરશે.

Parliament: રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત
Parliament Budget Session Live Updates

Parliament Budget Session Live Updates: હોળીની રજાઓ બાદ આજે સંસદની કાર્યવાહી ફરી શરૂ થશે. 16 માર્ચના રોજ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ(Sonia Gandhi)  લોકસભામાં  (Lok Sabha) સોશિયલ મીડિયાને પ્રભાવિત કરીને મીડિયાની સ્વતંત્રતા અને લોકશાહી સામેના પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.બીજી તરફ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ(Nitin Gadkari) રાજ્યસભામાં કહ્યું હતું કે, 2024 સુધીમાં ભારત અમેરિકાની બરાબરી પર આવી જશે. મળતી માહિતી મુજબ, દિલ્હીની ત્રણ નગર નિગમોના વિલીનીકરણને લઈને આજે સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. જો આવી દરખાસ્ત લાવવામાં આવે તો પાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે તે સ્પષ્ટ થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Mar 2022 06:19 PM (IST)

    રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત

    રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર, 22 માર્ચ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

  • 21 Mar 2022 06:08 PM (IST)

    કોર્પોરેટાઇઝેશનનો અર્થ ખાનગીકરણ જ નથી: નાણામંત્રી

    નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વિનિયોગ બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે, કોર્પોરેટાઇઝેશનનો અર્થ ખાનગીકરણ જ નથી. સારી કામગીરી, સારું વહીવટીતંત્ર પણ વધુ સારા કામ તરફ દોરી જાય છે. આ બાબતોના આધારે કોર્પોરેટાઇઝેશન થાય છે.

  • 21 Mar 2022 06:04 PM (IST)

    લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ગ્રાન્ટ માટેની માંગણીઓ પર ચર્ચા

    રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ગ્રાન્ટ માટેની માંગણીઓ પર લોકસભામાં ચર્ચા ચાલુ છે.

  • 21 Mar 2022 05:42 PM (IST)

    બિહારના બરૌની-બેગુસરાયને UDAN યોજના સાથે જોડવું જોઈએ – રાકેશ સિંહા

    રાજ્યસભામાં સાંસદ રાકેશ સિંહાએ બિહારના બરૌની-બેગુસરાયને UDAN યોજના સાથે જોડવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

  • 21 Mar 2022 05:32 PM (IST)

    ભારતીય સેના દર વર્ષે સેનામાં ભરતી માટે 90-100 રેલીઓનું આયોજન કરે છેઃ રાજનાથ સિંહ

    સેનામાં ભરતીને લઈને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું કે, ભારતીય સેના દર વર્ષે સેનામાં ભરતી માટે 90-100 રેલીઓનું આયોજન કરે છે. તે સમગ્ર દેશમાં વૈકલ્પિક રીતે આયોજન કરવામાં આવે છે. એક રેલીમાં 6-8 જિલ્લાઓને આવરી લેવામાં આવે છે.

  • 21 Mar 2022 05:24 PM (IST)

    મનોજ ઝાએ રાજ્યસભામાં પૂર્ણિયા એરપોર્ટને લઈને પ્રશ્ન ઉઠાવ્યો

    મનોજ ઝાએ રાજ્યસભામાં પૂર્ણિયા એરપોર્ટને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાજ સિંધિયાએ કહ્યું કે, સંરક્ષણ મંત્રાલય પૂર્ણિયાની એરસ્ટ્રીપને સુધારી રહ્યું છે. પૂર્ણિયામાં એરપોર્ટની સુવિધા આપવા માટે જમીન માટે બિહાર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

  • 21 Mar 2022 04:47 PM (IST)

    મોંઘવારી પર મનોજ ઝાએ કરી વાત

    વિનિયોગ બિલ પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન, બિહારના સાંસદ મનોજ ઝાએ મોંઘવારી પર કહ્યું કે, જો મોંઘવારી જોવી હોય તો તે આંકડો જુઓ કે તે લોકોના જીવન પર કેવી અસર કરે છે. ઘણી વખત આપણા મંત્રીઓ કહે છે કે, સરકાર ભાવ પર અંકુશ નથી રાખતી તો ચૂંટણી વખતે પાંચ મહિનામાં ભાવ કેમ ન વધ્યા?

  • 21 Mar 2022 04:30 PM (IST)

    કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રીએ ‘આદિવાસી વિકાસ માટે ભંડોળની ફાળવણી’ પર આપ્યો જવાબ

    લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, કેન્દ્રીય આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ ‘આદિજાતિ વિકાસ માટે ભંડોળની ફાળવણી’ પર જવાબ આપ્યો હતો.

  • 21 Mar 2022 02:59 PM (IST)

    રાજ્યસભામાં વિનિયોગ બિલ પર થઈ રહી છે ચર્ચા

    રાજ્યસભામાં વિનિયોગ બિલ 2022 પર ચર્ચા થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલ રજૂ કર્યું છે.

  • 21 Mar 2022 01:47 PM (IST)

    પંજાબ વિધાનસભામાં પોતાનું નામાંકન દાખલ કરવા પહોંચ્યા હરભજન સિંહ

    પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યસભામાં તેના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ આજે રાજ્ય વિધાનસભામાં પોતાનું નામાંકન દાખલ કરવા પહોંચ્યા છે.

  • 21 Mar 2022 01:23 PM (IST)

    પૂર્વ CM ચન્ની પંજાબના નવા મુખ્યપ્રધાન ભગવંત માનને મળ્યા

    પંજાબના પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીએ આજે ​​ચંદીગઢમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ભગવંત માનને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

  • 21 Mar 2022 01:03 PM (IST)

    રાજ્યસભામાં વિદેશી કેરિયર્સને મંજૂરી આપવાના મુદ્દે ચર્ચા

    રાજ્યસભામાં વિદેશી કેરિયર્સને મંજૂરી આપવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. સિંધિયાએ કહ્યું કે ત્રણ વર્ષમાં માલવાહકની સંખ્યા 8 થી વધીને 28 થઈ ગઈ છે. વધુમાં ઉડ્ડયન મંત્રી કહ્યુ કે, બે વર્ષમાં કાર્ગો ટ્રાફિક 19 ટકાથી વધીને 1.8 ટકા થયો છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં આવક વધીને 2,300 કરોડ થઈ છે, જેનો અર્થ છે કે કાર્ગો કેરિયર્સ હવે તેમના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ છે.

  • 21 Mar 2022 12:40 PM (IST)

    AAP એ રાજ્યસભાની પાંચ બેઠકો માટે ઉમેદવારો ઉતાર્યા

    આમ આદમી પાર્ટી (AAP) એ ક્રિકેટર હરભજન સિંહ, IIT દિલ્હીના એસોસિયેટ પ્રોફેસર સંદીપ પાઠક, દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના સ્થાપક અને ચાન્સેલર અશોક મિત્તલ અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને રાજ્યસભામાં તેના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 92 બેઠકો જીત્યા બાદ, AAPને ઉપલા ગૃહમાં પાંચ સભ્યોને નામાંકિત કરવાની તક મળી છે.

  • 21 Mar 2022 12:38 PM (IST)

    ‘હું પંજાબના લોકોનો મુદ્દો ઉઠાવીશ, તેમના હિતોનું રક્ષણ કરીશ’ : રાઘવ ચઢ્ઢા

    AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચંદીગઢમાં કહ્યું કે, ‘હું અહીં રાજ્યસભા માટે નામાંકન દાખલ કરવા આવ્યો છું. આટલી નાની ઉંમરે મને નામાંકિત કરવા બદલ હું દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનો આભાર માનું છું. હું પંજાબના લોકોનો મુદ્દો ઉઠાવીશ અને સંસદમાં તેમના હિતોનું રક્ષણ કરીશ.’

  • 21 Mar 2022 12:36 PM (IST)

    રાજ્યસભામાં BJP સાંસદે કહ્યું ‘મેડિકલ કોલેજની સીટો વધારવાની જરૂર’

    રાજ્યસભામાં ભાજપના સાંસદ કેજે અલ્ફોન્સે મેડિકલ કોલેજોમાં ઓછી બેઠકો અને ખાનગી મેડિકલ કોલેજો દ્વારા વસૂલવામાં આવતી વધુ ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં મેડિકલ કોલેજોની સીટો વધારવાની જરૂર છે.

  • 21 Mar 2022 12:00 PM (IST)

    બ્રેસ્ટ કેન્સર કેર ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સંજીવ અરોરાને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવશે

    આમ આદમી પાર્ટી કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સંજીવ અરોરાને પંજાબથી રાજ્યસભા માટે નામાંકિત કરશે.

  • 21 Mar 2022 11:59 AM (IST)

    લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ‘પ્રસાદમ રથ’ને લીલી ઝંડી બતાવી

    લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના નિવાસસ્થાનથી પ્રસાદમ રથને લીલી ઝંડી બતાવી, આ રથ દ્વારા દિલ્હીની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના પરિચારકોને મફત ભોજન મળશે. ઓમ બિરલાએ કહ્યું, ‘હાલ સાત હોસ્પિટલોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે.’

  • 21 Mar 2022 11:57 AM (IST)

    લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલને રાજ્યસભા માટે નામાકિંત કરવામાં આવશે

    આમ આદમી પાર્ટી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલને પંજાબથી રાજ્યસભા માટે નામાકિંત કરશે.

  • 21 Mar 2022 11:56 AM (IST)

    સર્વસંમતિથી AAP ધારાસભ્ય કુલતાર સિંહ સંધવાની પંજાબ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમણૂક

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલતાર સિંહ સંધવાને સર્વસંમતિથી પંજાબ વિધાનસભાના સ્પીકર જાહેર કરવામાં આવ્યા છે.

  • 21 Mar 2022 11:00 AM (IST)

    સંદીપ પાઠક, હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢાને રાજ્યસભા માટે નામાંકિત કરશે AAP

    આમ આદમી પાર્ટી પંજાબમાંથી ડૉ. સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને પંજાબથી રાજ્યસભામાં નામાંકિત કરશે.

  • 21 Mar 2022 10:59 AM (IST)

    રાજ્યસભાએ આંબેડકર જયંતિને ‘જાહેર રજા’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો

    આંબેડકર જયંતિ (14 એપ્રિલ)ને નિયમિત ‘જાહેર રજા’ તરીકે જાહેર કરવા માટે રાજ્યસભામાં CPI(M)ના સાંસદ જોન બ્રિટાસના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે.

  • 21 Mar 2022 10:57 AM (IST)

    TMC સાંસદે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાયની ચર્ચા કરવા સસ્પેન્શન નોટિસ આપી

    તૃણમૂલ સાંસદ શાંતનુ સેને નિયમ 267 હેઠળ યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અંગે ચર્ચા કરવા માટે રાજ્યસભામાં સસ્પેન્શન નોટિસ આપી છે.

  • 21 Mar 2022 10:55 AM (IST)

    BJP સાંસદ હરનાથ સિંહ યાદવે રાજ્યસભામાં શુન્ય કાળ નોટિસ આપી

    બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે રાજ્યસભામાં શુન્ય કાળ નોટિસ આપી છે.જેમાં તેમણે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની માંગ કરી છે.

  • 21 Mar 2022 10:54 AM (IST)

    મણિકમ ટાગોરે બંધ ફટાકડાના કારખાનાઓ પર ચર્ચા માટે સ્થગન નોટિસ આપી

    કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે (Manickam Tagore) ફટાકડાના બંધ કારખાનાઓ પર ચર્ચા કરવા માટે સ્થગન નોટિસ આપી છે.

  • 21 Mar 2022 10:00 AM (IST)

    પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભામાં શુન્ય કાળની નોટિસ આપી

    શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ  (Priyanka Chaturvedi) રાજ્યસભામાં શુન્ય કાળનીનોટિસ આપી છે. તેમણે કોવિડ-19 રસીકરણના ત્રીજા ડોઝ પર નીતિ બનાવવાની માંગ કરી છે.

  • 21 Mar 2022 09:33 AM (IST)

    જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ 2022 આજે રાજ્યસભામાં રજૂ થવાની સંભાવના

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ 2022 રજૂ કરી શકે છે.

Published On - Mar 21,2022 9:27 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">