પાકિસ્તાન ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ, દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાં બોમ્બ વિસ્ફોટોનું કાવતરું, રામલીલા – નવરાત્રીના કાર્યક્રમો હતા ટાર્ગેટ

Terror Module: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી છ સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

પાકિસ્તાન ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ, દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાં બોમ્બ વિસ્ફોટોનું કાવતરું, રામલીલા - નવરાત્રીના કાર્યક્રમો હતા ટાર્ગેટ
દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલ સંદિગ્ધ આતંકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:38 PM

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell), પાકિસ્તાન (Pakistan) દ્વારા સંચાલિત ટેરર ​​મોડ્યુલનો (Terror Module) પર્દાફાશ કરીને 6 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં 2 પાકિસ્તાની આતંકીઓ (Pakistani Terrorist) સહિત કુલ 6 વ્યક્તિની પુછપરછ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાઓમાંથી 2 આતંકવાદીઓ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યા હતા. આ શકમંદોની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

રામલીલા-નવરાત્રીના કાર્યક્રમો હતા ટાર્ગેટ

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓ, નવરાત્રીને મુખ્ય ટાર્ગેટ બનાવવાના હતા. નવરાત્રી દરમિયાન યોજાતી રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમોના સ્થળે વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ક્યાથી ઝડપાયા સંદિગ્ધ આતંકીઓ

સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યાની વિગતો સામે આવી છે.

આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આતંકી મોડ્યુલ ISI ના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંબંધિત છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરર મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આ પછી દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે અગાઉ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને એક વિદેશી સહિત બે લોકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે આશરે 16.650 કિલો ડ્રગ્સ રિકવર કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 30 કરોડ જણાવવામાં આવી રહી છે.

હકીકતમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને દિલ્હીમાં ચાલતી આ સિન્ડિકેટની માહિતી મળી હતી. તપાસ દરમિયાન આ ગેંગના બે લોકોની ઓળખ થઈ હતી. જે પછી, બે મહિનાથી વધુ સમય સુધી પ્રયાસ કર્યા પછી, પોલીસ ટીમને આ સિન્ડિકેટના ભાગીદાર બાબુલાલ ઉર્ફે બબલુ વિશે માહિતી મળી, જે ડ્રગ્સ પહોંચાડવા માટે દિલ્હીના મંગોલ પુરીમાં આવવાનો હતો.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે

આ પણ વાંચોઃ ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">