AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

ઉડ્ડયન મંત્રાલયે ICMR ને મણિપુર, નાગાલેન્ડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર COVID-19 રસી પહોંચાડવા માટે 3,000 મીટરની ઉંચાઈ સુધીના ડ્રોનનો ઉપયોગ કરવાની શરતી મંજૂરી આપી છે.

ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે  ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 4:36 PM
Share

Drone Vaccine Delivery : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે “તેણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર અને નાગાલેન્ડમાં ડ્રોનની (Drone)  મદદથી વેક્સિન પહોંચાડવા માટે શરતી પરવાનગી આપી છે.”જો કે આ માટે ICMR ને 3,000 મીટરની ઉંચાઈ સુધી જ ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી શરતી મંજુરી

ઉલ્લેખનીય છે કે,બે દિવસ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી (Minister of Civil Aviation)જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેલંગાણા ખાતે ‘મેડિસિન ફ્રોમ ધ સ્કાય’ (Medicine From The Sky)પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરીને કોરોનાની દવાઓ અને વેક્સિન પહોંચાડવામાં આવશે. આ સાથે મંત્રાલયે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ને તેના પોતાના પરિસરમાં સંશોધન, વિકાસ અને પરીક્ષણ હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પણ શરતી મંજુરી આપી છે.

આ પરવાનગી એરસ્પેસ ક્લિયરન્સના નિયમો અને શરતોને આધીન રહેશે

બોમ્બે આઈઆઈટી અને આઈસીએમઆર બંનેને ડ્રોન માટે શરતી પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આ પરવાનગી એરસ્પેસ (Airspace) ક્લિયરન્સના નિયમો અને શરતોને આધીન રહેશે અને આ એરસ્પેસ ક્લિયરન્સની મંજૂરીની તારીખથી એક વર્ષ સુધી અથવા આગળના આદેશ સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી માન્ય રહેશે.”

સલામતી માટે પણ કરી શકાશે ડ્રોનનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે, 25 ઓગસ્ટના રોજ મંત્રાલય દ્વારા ડ્રોન નિયમો બનાવવામાં આવ્યા છે .મંત્રાલયના(Aviation Ministry)  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રોન નિયમો, 2021અનુસાર , “ઓપરેશન્સમાં સલામતી અને વિકાસ માટે પણ આ ડ્રોનનો ઉપયોગ કરવા સૂચિત કરવામાં આવ્યા હતુ.”

આ પણ વાંચો: દિવ્યાંગો માટે IIT મદ્રાસ ટીમની અનોખી પહેલ, સ્વદેશી મોટર વ્હીલ ચેર તૈયાર કરીને આપી દિવ્યાંગોને અનોખી ભેટ

આ પણ વાંચો:  નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">