One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 1:27 PM

સંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત 12 ડિસેમ્બરના રોજ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઈલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું. કોંગ્રેસ, એસપી, ટીએમસી સહિત અનેક વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો છે. સરકારનું કહેવું છે કે અમે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ. બિલ પર JPC બનાવવા માટે પણ સરકાર તૈયાર છે.

આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે ઉભેલા જોવા મળે છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ તેને બિનજરૂરી અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું બિલ ગણાવી રહ્યું છે.

શાસક પક્ષ અને વિપક્ષ શું દલીલો આપી રહ્યા છે?

વન નેશન વન ઈલેક્શનની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરવામાં આવી રહી છે. સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે તે બંધારણની વિરુદ્ધ છે. સમર્થકો કહી રહ્યા છે કે મતદાન વધશે, જ્યારે વિપક્ષો કહી રહ્યા છે કે જવાબદારી ઓછી થશે. સમર્થકોની દલીલ છે કે આચારસંહિતા એકવાર લાગુ થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 5 વર્ષમાં એક વખત ચૂંટણી બાદ સરકાર નિરંકુશ બની જશે. જ્યારે સમર્થક પક્ષો કહે છે કે આનાથી વિકાસ કાર્ય પર કોઈ અસર નહીં થાય, જ્યારે વિરોધીઓ માને છે કે આ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રાદેશિક મુદ્દાઓને અવગણશે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

રામનાથ કોવિંદ સમિતિની ભલામણ શું છે ?

જાણો શું છે આ બિલ પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણ. તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવો જોઈએ. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જોઈએ. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજો. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થવી જોઈએ. ચૂંટણી પંચે ચૂંટણી માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">