Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો.

Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 11:26 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે ફરી આતંકી હુમલાની (Terrorist Attack) ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી એકનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, જ્યારે આતંકવાદીઓએ દુકાન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભીડ હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી છે કે, પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બડગામમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, વિસ્ફોટકો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

આજે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે

તેમના કબજામાંથી લશ્કર-એ-તૈયબાની ગુનાહિત સામગ્રી, એક હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલના બે મેગેઝીન અને AK-47 રાઈફલના 15 રાઉન્ડ, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો મળી આવ્યો છે. આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી એક આતંકવાદી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને સાત આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની ધરપકડ કરી હતી.

ગઈકાલે પણ આતંકવાદીઓ ઝડપાયા હતા

પોલીસે કહ્યું હતું કે, બાંદીપોરામાં તાજેતરના એન્કાઉન્ટરની તપાસ કરતી વખતે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આતંકીઓના ચાર સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ યાત્રાને લઈને ગૃહમંત્રીએ યોજી બેઠક

બીજી તરફ, ગૃહ પ્રધાન અમિત શાહે અમરનાથ યાત્રાને લઈને જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સુરક્ષા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે સતત ત્રણ બેઠકો યોજી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકોમાં નાગરિકોની હત્યાની તાજેતરની ઘટનાઓ અને આગામી અમરનાથ યાત્રા પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન હવે અમરનાથ યાત્રા માટે દરેક યાત્રીઓને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન કાર્ડ (RFID) આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">