આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, આર્ય સમાજે ગણાવી ઘર વાપસી

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી અને મલયાલી ફિલ્મ નિર્દેશક અલી અકબરે ઈસ્લામ છોડી દીધો છે. હવે લખનૌના ઈબ્રાહિમનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ 19 વર્ષીય યુવકે આર્ય સમાજની દેખરેખ હેઠળ વૈદિક વિધિથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે.

આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, આર્ય સમાજે ગણાવી ઘર વાપસી
Ibrahim became Aditya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:39 AM

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી (WASIM RIZVI) અને મલયાલી ફિલ્મ નિર્દેશક અલી અકબરે (Ali Akbar) ઈસ્લામ (Islam) છોડી દીધો છે. હવે લખનૌ (Lucknow)ના આ 19 વર્ષીય યુવકે આર્ય સમાજની દેખરેખ હેઠળ વૈદિક રિવાજોથી હિંદુ ધર્મ(Hinduism)સ્વીકાર્યો છે. તે હવે ઈબ્રાહિમમાંથી આદિત્ય મિશ્રા બની ગયો છે. આર્ય સમાજે (Arya Samaj) તેને ઈબ્રાહિમની ઘર વાપસી ગણાવી છે. આર્ય સમાજની માતૃસંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, ઉત્તર પ્રદેશ લખનૌના વડા દેવેન્દ્ર પાલ વર્માની દેખરેખ હેઠળ એક શુદ્ધિકરણ યજ્ઞ પણ યોજાયો હતો.

આ રીતે નક્કી કર્યો ઘર વાપસીનો નિર્ણય

ઈબ્રાહિમ (હવે આદિત્ય મિશ્રા)ની કહાનીમાં ઘણા ઉતાર-ચઢાવ છે. 19 વર્ષની આ નાની ઉંમરે તેણે ઘણું બધું જોયું છે. તેની શરૂઆત 2000માં થઈ હતી. આદિત્ય મિશ્રાની માતાનું નામ અલકા ચતુર્વેદી છે. વર્ષ 2000માં અલકા ચતુર્વેદીના લગ્ન કાનપુરના રહેવાસી વિનોદ મિશ્રા સાથે થયા હતા. વિનોદ અને અલ્કાને બે બાળકો હતા.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

2001માં દીકરીનો જન્મ થયો હતો અને 2003માં છોકરાનો જન્મ થયો હતો. તેનું નામ આદિત્ય હતું. 2012માં વિનોદ મિશ્રા અને અલ્કાના છૂટાછેડા થઈ ગયા. તે સમયે આદિત્ય 9 વર્ષનો હતો. તેની બહેન 11 વર્ષની હતી. છૂટાછેડા પછી, બંને બાળકો તેમની માતા અલકા ચતુર્વેદી સાથે રહેવા ગયા.

આ રીતે આદિત્ય બન્યો હતો ઈબ્રાહીમ

ઈબ્રાહિમ (હાલ આદિત્ય મિશ્રા) દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, તેની માતા અલકા ચતુર્વેદીએ વર્ષ 2014માં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને લખનૌના લિયાકત ખાન સાથે લગ્ન કર્યા. આ એફિડેવિટ અનુસાર, આ જ લિયાકત ખાનને વર્ષ 2015માં આદિત્ય મિશ્રાનું આધાર કાર્ડ બનાવ્યું હતું.

જેમાં તેનું નામ ઈબ્રાહિમ દર્શાવવામાં આવ્યું હતું અને પિતાના નામની જગ્યાએ તેણે પોતાનું નામ એટલે કે લિયાકત ખાન નોંધ્યું હતું. તે સમયે ઇબ્રાહિમ (હાલ આદિત્ય મિશ્રા) લગભગ 15 વર્ષનો હતો. હાલમાં આ નામ તેના આધારે નોંધાયેલ છે.

આ રીતે થઈ ઘર વાપસી

આર્ય સમાજ સિવિલ લાઇન્સ નરહી દ્વારા વૈદિક વિધિઓ સાથે ઇબ્રાહિમને આદિત્ય મિશ્રા સુધીનો સફર ખેડ્યો છે. આર્ય સમાજના સિવિલ લાઈન્સ મંત્રી અજય શ્રીવાસ્તવે કહ્યું કે અમુક સંજોગોને કારણે આદિત્યને ઈબ્રાહિમ સુધી સફર કરવી પડી. હવે ઈબ્રાહિમની ઘર વાપસી છે. તેમણે જણાવ્યું કે આર્ય સમાજની માતૃ સંસ્થા પ્રતિનિધિ સભા ઉત્તર પ્રદેશના નરહી સ્થિત પ્રાંગણમાં રવિવારે વૈદિક રીત રિવાજ સાથે ઘર વાપસી પૂરી કરવામાં આવી હતી.

આ દરમિયાન આર્ય પ્રતિનિધિ સભા ઉત્તર પ્રદેશના વડા દેવેન્દ્ર પાલ વર્મા, વિમલ આર્ય બ્રહ્મા બન્યા. આ પ્રસંગે બાળ વૃધ્ધા નારી કલ્યાણ સમિતિના અધ્યક્ષ જયા શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં આર્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સાવધાન ! દેશમાં 600 થી વધુ ગેરકાયદેસર લોન આપતી એપ, લોનનું ચક્કર પડી શકે છે ભારે

આ પણ વાંચો: Natural Farming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપશે પ્રાકૃતિક ખેતીનો મંત્ર, જાણો તેના વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">