CMને મળી ઠંડી ચા, પ્રોટોકોલ ઓફિસરને ફટકારવામાં આવી નોટિસ

છતરપુરમાં (Chhatarpur) મુખ્યમંત્રીને આપવામાં આવેલી ચાની ગુણવત્તા સારી ન હતી અને તે ચા ઠંડી હતી. આથી જિલ્લા વહીવટી તંત્રની અશોભનીય સ્થિતિ સર્જાઈ છે અને પ્રોટોકોલના પાલન પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

CMને મળી ઠંડી ચા, પ્રોટોકોલ ઓફિસરને ફટકારવામાં આવી નોટિસ
Tea Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:36 PM

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહને (CM Shivraj Singh) છતરપુર (Chhatarpur) એરપોર્ટ પર ઠંડી ચા મળ્યા બાદ પ્રોટોકોલ ઓફિસર અને જુનિયર સપ્લાય ઓફિસર રાકેશ કન્હુઆને છતરપુર જિલ્લાના રાજનગરના એસડીએમ દ્વારા કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે 9 જુલાઈએ જ્યારે મુખ્યમંત્રી ટ્રાન્ઝિટ વિઝિટ પર ખજુરાહો એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે મેનુ મુજબ તેમને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કોંગ્રેસે આ નોટિસ પર ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા છે. આના કારણે રાજકારણ ગરમાવા લાગ્યું છે, ત્યારે છતરપુરના કલેક્ટર સંદીપ જીઆરએ એસડીએમને પત્ર મોકલીને નોટિસ રદ કરવા જણાવ્યું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જાણકારી મળી છે કે મુખ્યમંત્રીને આપવામાં આવેલી ચાની ગુણવત્તા સારી ન હતી અને તે ચા ઠંડી હતી. આથી જિલ્લા વહીવટી તંત્રની અશોભનીય સ્થિતિ સર્જાઈ છે અને પ્રોટોકોલના પાલન પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. તમે વીવીઆઈપી વ્યવસ્થાને હળવાશથી લેતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આને પ્રોટોકોલની જોગવાઈઓ વિરુદ્ધ તમારા એક ઉલ્લંઘન તરીકે ગણવામાં આવે છે. આ પ્રોટોકોલની જોગવાઈઓ વિરુદ્ધ આ એક ગેરરીતિ છે.

આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગેરવર્તણૂકના કિસ્સામાં તમારી સામે કડક શિસ્તભંગના પગલાં કેમ ન લેવામાં આવે. તમારો સંતોષકારક જવાબ 3 દિવસમાં સબમિટ ન કરવાની સ્થિતીમાં તમારી સામે એક પક્ષીય કાર્યવાહી કરવામાં આવશે અને જવાબ પછીથી સ્વીકાર્ય રહેશે નહીં.

એસડીએમની આ નોટિસ પર કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષ કર્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘મામાજીને ઠંડી ચા આપવા માટે ફૂડ ઈન્સ્પેક્ટરે ઠપકો આપ્યો. છતરપુરના રાજનગરનો કિસ્સો… જનતાને ભલે રાશન ન મળે, પીડિતોને એમ્બ્યુલન્સ ન મળે, પણ મુખ્યમંત્રીને ઠંડી ચા ન મળે…?

નોંધ- આ લેટરની પુષ્ટી TV9 ગુજરાતી કરતું નથી. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">