84 lakh yonia : 84 લાખ યોનિ કઈ છે, આત્માને ક્યારે મળે છે માનવ જીવન?
Soul Secret Mythology: કહેવાય છે કે 84 લાખ પ્રજાતિઓમાં ભટક્યા પછી મનુષ્ય માનવ જાતિમાં જન્મ લે છે. આખરે આ 84 લાખ યોનિઓ કઇ છે?
lakh yonia:હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે વ્યક્તિ 84 લાખ જન્મોમાં ભટકીને મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. શું તમે જાણો છો આ 84 લાલ યોનિઓ કઈ છે અને ક્યારે મળે છે માનવજીવન? તમામ યોનિઓનું વર્ણન હિંદુ ધાર્મિક ગ્રંથો, વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યું છે. 84 લાખ પ્રજાતિઓ, એટલે કે બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના જીવો જોવા મળે છે. આને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રાણીઓને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં જળચર, થલચર અને નભચર પ્રાણીઓનો સમાવેશ થાય છે.
પદ્મ પુરાણ મુજબ
મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલ પદ્મ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે દરેક જીવને તેના કર્મો અનુસાર આગલો જન્મ મળે છે. વ્યક્તિના ઉચ્ચ કર્મ જ તેને આ જન્મચક્રમાંથી મુક્ત કરી શકે છે. શાસ્ત્રો અનુસાર 84 લાખ યોનિઓમાં માનવ યોનિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પદ્મ પુરાણના એક શ્લોકમાં 84 લાખ પ્રજાતિઓનું વર્ણન છે. જે મુજબ 9 લાખ પ્રજાતિઓ પાણીમાં રહેતા જીવોની છે. આકાશમાં ઉડતા પક્ષીઓની 10 લાખ પ્રજાતિઓ છે. પૃથ્વી પર રહેતા જીવોની 30 લાખ પ્રજાતિઓ છે. 11 લાખ પ્રજાતિઓ જંતુઓની છે. 20 લાખ પ્રજાતિઓ વૃક્ષો અને છોડની છે. બાકીની 4 લાખ યોનિ મનુષ્યોની છે.
માનવ યોનિ ક્યારે મળે છે?
એવું માનવામાં આવે છે કે આત્મા મનુષ્યના ગર્ભમાં 4 લાખ વખત જન્મ લે છે. આ પછી તે પિત્ર અથવા દેવ યોનિને પ્રાપ્ત કરે છે. આ તમામ ક્રમ કર્મ પ્રમાણે આગળ વધે છે. જ્યારે આત્મા મનુષ્ય સ્વરૂપમાં આવે છે અને જો ખરાબ કર્મો કરવા લાગે છે, તો તે ફરી ફરી જન્મ લેવા પડે છે અને અને પીડા ભોગવવી પડે છે, આને વેદ અને પુરાણોમાં તેને દુર્ગતિ કહેવામાં આવે છે.
માનવ યોનિ શા માટે શ્રેષ્ઠ છે?
52 અબજ વર્ષ અને 84 લાખ જન્મોમાં ભટક્યા પછી આત્માને માનવ શરીર મળે છે. તેથી માનવ શરીર દુર્લભ માનવામાં આવે છે. કારણ કે આટલી બધી પ્રજાતિઓમાં માત્ર એક જ માનવજાત છે જેમાં વિવેક જેવી દુર્લભ ગુણવત્તા જોવા મળે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.